દેશ: જમ્મુ-કાશ્મીરના જવાનોના ભોજનમાં ઝેર ભેળવવાનું પાકિસ્તાનનું કાવતરુ

અટલ સમાચાર,ડેસ્ક જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવી રહેલ ભારતીય સેનાને આતંકીઓ નિશાન બનાવી રહ્યાં છે. 14 ફેબ્રુઆરીના પુલવામામાં આતંકીઓ દ્વારા સીઆરપીએફની બસ પર કરાયેલા આત્મઘાતી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદ આતંકી સંગઠનોની મદદ કરી રહેલી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક ખતરનાક ષડયંત્રનો ખુલાસો થયો છે. પાકિસ્તા એકવાર ફરી ભારતીના સુરક્ષાદળોને નુકસાન પહોંચાડવાની ફિરાકમાં છે. જમ્મુ-કાશ્મીર
 
દેશ: જમ્મુ-કાશ્મીરના જવાનોના ભોજનમાં ઝેર ભેળવવાનું પાકિસ્તાનનું કાવતરુ

અટલ સમાચાર,ડેસ્ક

જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવી રહેલ ભારતીય સેનાને આતંકીઓ નિશાન બનાવી રહ્યાં છે. 14 ફેબ્રુઆરીના પુલવામામાં આતંકીઓ દ્વારા સીઆરપીએફની બસ પર કરાયેલા આત્મઘાતી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદ આતંકી સંગઠનોની મદદ કરી રહેલી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક ખતરનાક ષડયંત્રનો ખુલાસો થયો છે. પાકિસ્તા એકવાર ફરી ભારતીના સુરક્ષાદળોને નુકસાન પહોંચાડવાની ફિરાકમાં છે.

જમ્મુ-કાશ્મીર સરકારના અપરાધિક તપાસ વિભાગ દ્વારા જારી કરાયેલી ગુપ્ત માહિતી બાદ ઘાટીમાં સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે. પાકિસ્તાન ઈન્ટેલિજન્સ અને ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ એજન્ટ કાશ્મીરમાં ફરજનિષ્ટ સુરક્ષાદળોની ભોજન સામગ્રીમાં ઝેર ભેળવવાનું કાવતરું બનાવી રહ્યાં છે.

આ નોટ સામે આવતા અધિકારીઓ સતર્ક બન્યા છે. જેથી તમામ કેમ્પની ભોજન સામગ્રીના ડેપોની સુરક્ષામાં ચોક્કસાઈ કરવા જણાવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોના સંચાલન માટે સુરક્ષાના કારણોસર ભોજન સામગ્રીની તપાસ કરવા જણાવી દેવામાં આવ્યું છે.