દેશ: 53,000 કરોડનું ચુકવણું બાકી, આ ટેલિકોમ કંપની બંધ થવાની તૈયારીમાં

અટલ સમાચાર,ડેસ્ક ભારતમાં બિઝનેસ કરનાર યુકેની ટેલિકોમ કંપની વોડાફોન ગ્રૂપે જણાવ્યું છે કે વોડાફોન-આઇડિયાની સ્થિતિ ચિંતાજનક છે અને કંપની હાલ આઇસીયુમાં છે. વોડાફોન ગ્રૂપ ભારતમાં પોતાનો બિઝનેસ આદિત્ય બિરલા ગ્રૂપની આઇડિયા સાથે મળીને કરી રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો વોડાફોન ગ્રૂપ ભારતમાં પોતાનો બિઝનેસ આદિત્ય બિરલા ગ્રૂપની આઇડિયા સાથે મળીને
 
દેશ: 53,000 કરોડનું ચુકવણું બાકી, આ ટેલિકોમ કંપની બંધ થવાની તૈયારીમાં

અટલ સમાચાર,ડેસ્ક

ભારતમાં બિઝનેસ કરનાર યુકેની ટેલિકોમ કંપની વોડાફોન ગ્રૂપે જણાવ્યું છે કે વોડાફોન-આઇડિયાની સ્થિતિ ચિંતાજનક છે અને કંપની હાલ આઇસીયુમાં છે. વોડાફોન ગ્રૂપ ભારતમાં પોતાનો બિઝનેસ આદિત્ય બિરલા ગ્રૂપની આઇડિયા સાથે મળીને કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વોડાફોન ગ્રૂપ ભારતમાં પોતાનો બિઝનેસ આદિત્ય બિરલા ગ્રૂપની આઇડિયા સાથે મળીને કરી રહી છે.ડિસેમ્બર ક્વાર્ટરનાં પરિણામો ઇશ્યૂ કરતાં કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં દેશની સુપ્રીમ કોર્ટે એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એડીઆર)ને લઇને જે ચુકાદો આપ્યો છે તે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી માટે અનુકૂળ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વોડાફોન-આઇડિયાને લાઇસન્સ ફી, સ્પેક્ટ્રમ યુઝર્સ ચાર્જ, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી તરીકે રૂ. 53,000 કરોડની રકમ ટેલિકોમ વિભાગને ચૂકવવાની છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વોડાફોન-આઇડિયા સહિત 15 ટેલિકોમ કંપનીઓ પર રૂ.1.47 કરોડ બાકી લેણાં નીકળે છે. આ રકમ 24 જાન્યુઆરી સુધીમાં ચૂકવવાની હતી, પરંતુ હવે વોડાફોન સહિતની ટેલિકોમ કંપનીઓએ બાકી રકમ ચૂકવવા વધુ સમય માગ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરી છે, જેની સુનાવણી આગામી સપ્તાહે થઇ શકે છે. દરમિયાન એરટેલને ત્રણ મહિનામાં રૂ.1,035 કરોડની કોન્સોલિડેટેડ નેટ લોસ થઇ છે.