દેશઃ પાઇલટ નીકળ્યો કોરોના પોઝિટિવ, અડધા રસ્તેથી પાછું બોલાવ્યું વિમાન

અટલ સમાચાર, ડેસ્ક દિલ્હી એરપોર્ટ ઉપર શનિવારે સવારે અધિકારીઓ વચ્ચે અફરા-તરફી મચી ગઈ હતી. મોસ્કો જતા એર ઈન્ડિાયનાની એક ફ્લાઈટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ રવાના થયા બાદ જાણવા મળ્યું કે એક ફ્લાઈટનો પાઇલટ કોરોના પોઝિટિવ છે. આ જાણ થતાં જ તરત જ એર ટ્રાફિક કંટ્રોલ થકી ફ્લાઈટના ક્રૂ સાથે સંપર્ક કર્યો હતો અને વિમાનને તરત
 
દેશઃ પાઇલટ નીકળ્યો કોરોના પોઝિટિવ, અડધા રસ્તેથી પાછું બોલાવ્યું વિમાન

અટલ સમાચાર, ડેસ્ક

દિલ્હી એરપોર્ટ ઉપર શનિવારે સવારે અધિકારીઓ વચ્ચે અફરા-તરફી મચી ગઈ હતી. મોસ્કો જતા એર ઈન્ડિાયનાની એક ફ્લાઈટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ રવાના થયા બાદ જાણવા મળ્યું કે એક ફ્લાઈટનો પાઇલટ કોરોના પોઝિટિવ છે. આ જાણ થતાં જ તરત જ એર ટ્રાફિક કંટ્રોલ થકી ફ્લાઈટના ક્રૂ સાથે સંપર્ક કર્યો હતો અને વિમાનને તરત જ દિલ્હી પાછું લાવવા માટે કહ્યું હતું. આ સમયે વિમાન ઉઝબેકિસ્તાન ઉપરથી ઉડી રહ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રાપ્ત માહિતી પ્રમાણે સવારે જ્યારે ક્રૂ મેમ્બરનો રિપોર્ટ જોવામાં આવતી હતી ત્યારે એ સમયે ભૂલથી પાયલોટનો રિપોર્ટ નેગેટિવ સમજવામાં આવ્યો હતો. જોકે, તે કોરોના પોઝિટિવ હતો. બે કલાક પછી જ્યારે રિપોર્ટ ફરીથી જોવામાં આવ્યો ત્યારે જાણ થઈ કે પાઇલટ કોરોના સંક્રમિત છે. આ ફ્લાઈટ રશિયામાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે જઈ રહી હતી. એટલે કે આ ફ્લાઈટમા માત્ર ક્રૂ મેમ્બર જ હતા.

એરબસ A-320 ફરીથી 12 વાગ્યેને 30 મિનિટે પરત દિલ્હી પહોંચી ગઈ હતી. નિયમ અનુસાર બધા ક્રૂ મેમ્બરોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હવે આ ફ્લાઈટને સેનિટાઈઝ કરવામાં આવશે. હવે રશિયામાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા  માટે બીજી ફ્લાઈટ મોકલવામાં આવશે. એર ઈન્ડિાય વંદે માતરમ મિશન અંતર્ગત વિદેશમાંથી ફસાયેલા લોકોને પરત દેશ લાવી રહી છે. અત્યાર સુધી અલગ અલગ દેશોમાંથી 50 હજારથી વધારે લોકો પરત આવી ચૂક્યા છે. જ્યારે બે લાખથી વધારે લોકોએ દેશ પરત આવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.