આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બે દિવસનાં પ્રવાસ પર શનિવારનાં કોલકાતા પહોંચી ચુક્યા છે. તેમણે સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. સત્તારૂઢ તૃણમૂલ કૉંગ્રેસનાં વિદ્યાર્થી યૂનિટ અને લેફ્ટનાં કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળનાં અલગ અલગ ભાગોમાં નાગરિકતા સંશોધન કાયદાનાં વિરોધમાં પ્રદર્શન શરૂ કરી દીધા છે. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સીએએની વિરુદ્ધ પ્રદર્શનમાં પણ ભાગ લેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોલકાતા પહોંચેલા પીએમ મોદીએ સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. રાજભવનમાં થયેલી મુલાકાત લગભગ 30 મિનિટ ચાલી. બેઠક બાદ સીએમ મમતા બેનર્જી, તૃણમૂલ કૉંગ્રેસનાં વિદ્યાર્થી યૂનિટ ટીએમસીપી દ્વારા કોલકાતામાં રાણી રાસમણિ માર્ગ પર સીએએ, એનઆરસી અને એનપીઆરની વિરુદ્ધ ધરણામાં સામેલ થશે. મમતા બેનર્જીએ આ બેઠકને શિષ્ટાચાર મુલાકાત ગણાવી. નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ પીએમ મોદીનાં કોલકાતા પ્રવાસનો વિરોધ કર્યો.

તૃણમૂલ કૉંગ્રેસ પ્રમુખ એક કલાક માટે ટીએમસીપી પ્રદર્શનકારીઓને મળશે. વામ મોરચાનાં કાર્યકર્તાઓએ શનિવારનાં ઉત્તર 24 પરગણા જિલ્લાનાં અલગ અલગ ભાગોમાં નવા નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કર્યું. મુલાકાત બાદ સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું કે, “મે પીએમને કહ્યું કે બંગાળનાં લોકોને એનઆરસી અને સીએએ સ્વીકાર નથી. તેના પર પીએમ મોદીએ કહ્યું કે હું બીજા કાર્યક્રમોમાં સામેલ થવા માટે આવ્યો છું. તેમણે કહ્યું કે આના પર વાત કરવા માટે તમે દિલ્હી આવો.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code