દેશ: એક ઓળખપત્રનો પ્રસ્તાવ, આધાર-પાસપોર્ટ તમામનું કરશે કામ: અમિત શાહ

અટલ સમાચાર,ડેસ્ક ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં એક ઓળખ પત્રનો પ્રસ્તાવ આપ્યો છે. ગૃહ મંત્રી અનુસાર, આ ઓળખ પત્રમાં પાસપોર્ટ, આધાર અને મતદાન ઓળખકાર્ડ તમામ એક ઓળખપત્રમાં સામેલ થઈ જશે. અમિત શાહે દેશમાં તમામ કાર્યો માટે એક કાર્ડની વકાલત કરી. તેની સાથે જ તેઓએ કહ્યું કે, 2021માં થનારી વસતી ગણતરી મોબાઇલ ઍપ દ્વારા કરવામાં આવશે.
 
દેશ: એક ઓળખપત્રનો પ્રસ્તાવ, આધાર-પાસપોર્ટ તમામનું કરશે કામ: અમિત શાહ

અટલ સમાચાર,ડેસ્ક

ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં એક ઓળખ પત્રનો પ્રસ્તાવ આપ્યો છે. ગૃહ મંત્રી અનુસાર, આ ઓળખ પત્રમાં પાસપોર્ટ, આધાર અને મતદાન ઓળખકાર્ડ તમામ એક ઓળખપત્રમાં સામેલ થઈ જશે. અમિત શાહે દેશમાં તમામ કાર્યો માટે એક કાર્ડની વકાલત કરી. તેની સાથે જ તેઓએ કહ્યું કે, 2021માં થનારી વસતી ગણતરી મોબાઇલ ઍપ દ્વારા કરવામાં આવશે. ગૃહ મંત્રીએ કહ્યું કે, એક એવી સિસ્ટમ પણ હોવી જોઈએ, જેનાથી જો કોઈ વ્યક્તિનું મોત થઈ જાય છે તે ઑટોમેટિક તેની જાણકારી પૉપ્યુલેશન ડેટામાં અપડેટ થઈ જશે.

દેશ: એક ઓળખપત્રનો પ્રસ્તાવ, આધાર-પાસપોર્ટ તમામનું કરશે કામ: અમિત શાહ

ગૃહ મંત્રીએ કહ્યુ કે, એક એવું કાર્ડ ઈચ્છે છે જે તમામની જરૂરિયાત જેમ કે, આધાર, પાસપોર્ટ, બેંક એકાઉન્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને મતદાન ઓળખકાર્ડની જરુરિયાતને પૂરી કરે. અમિત શાહે કહ્યું કે, વસતી ગણતરી કોઈ કંટાળાજનક કામ નથી હોતું. તેનાથી સરકારને પોતાની સ્કીમ લોકો માટે લાગુ કરવામાં મદદ મળે છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અનેક મુદ્દાઓને ઉકેલવામાં સરકારની મદદ કરે છે.

દેશના ઈતિહાસમાં પહેલીવાર હશે, જ્યારે વસતી ગણતરીનું કામ ઍપ દ્વારા થશે. નોંધનીય છે કે, દેશમાં હાલ આધારની અનિવાર્યતા ઉપર જ ચર્ચા ચાલી રહી છે. એવામાં ગૃહ મંત્રીએ એક ઓળખપત્રનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.