દેશ: હલકટ પાકીસ્તાનને રાહુલનો જવાબ, કાશ્મીર અમારા ઘરનો મામલો

અટલ સમાચાર,ડેસ્ક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું કે પાકિસ્તાનને કાશ્મીર મામલે દખલ કરવાનો કોઇ હક નથી. રાહુલ ગાંધીની આ સ્પષ્ટતા ત્યારે આવી જ્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં એક પત્ર લખીને કહ્યું કે રાહુલ ગાંધી પણ માની રહ્યા છે કે કાશ્મીરમાં લોકો મરી રહ્યા છે. પાકિસ્તાનના આ પગલાં પછી રાહુલ ગાંધીએ બુધવારે ટ્વિટ કરીને
 
દેશ: હલકટ પાકીસ્તાનને રાહુલનો જવાબ, કાશ્મીર અમારા ઘરનો મામલો

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું કે પાકિસ્તાનને કાશ્મીર મામલે દખલ કરવાનો કોઇ હક નથી. રાહુલ ગાંધીની આ સ્પષ્ટતા ત્યારે આવી જ્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં એક પત્ર લખીને કહ્યું કે રાહુલ ગાંધી પણ માની રહ્યા છે કે કાશ્મીરમાં લોકો મરી રહ્યા છે. પાકિસ્તાનના આ પગલાં પછી રાહુલ ગાંધીએ બુધવારે ટ્વિટ કરીને કહ્યું કે હું આ સરકારના અનેક મુદ્દાઓથી અસહમત છું. પણ હું અહીં તે વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. અને પાકિસ્તાન કે કોઇ પણ વિદેશી દેશને તેમાં હસ્તક્ષેપ કરવાની કોઇ જરૂર નથી.

વધુમાં જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલી હિંસા માટે પણ રાહુલ ગાંધીએ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં હિંસા ભડકાવી રહ્યું છે. સાથે જ કહ્યું કે પાકિસ્તાન દુનિયાભરમાં આંતકવાદનું પ્રમુખ સમર્થક છે. તો બીજી તરફ એ વાત પણ સ્પષ્ટ છે કે કાશ્મીર મામલે પાકિસ્તાનને તમામ સ્થળો પરથી જાકારો મળી રહ્યો છે.

દેશ: હલકટ પાકીસ્તાનને રાહુલનો જવાબ, કાશ્મીર અમારા ઘરનો મામલો

જી 7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન સાથે તે તમામ મુદ્દે દ્રિપક્ષીય વાત કરવા માંગે છે અને તેમાં કોઇ પણ ત્રીજા દેશને હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. પાકિસ્તાનના વડાપ્રધાને ઇમરાન ખાને પણ અમેરિકા પ્રવાસ દરમિયાન કાશ્મીર મામલે અમેરિકાની મધ્યસ્થતાની માંગ કરી હતી. પણ પીએમ મોદી અને ટ્રંપની વાત પછી પાકિસ્તાનની તમામ આશાઓ પર પાણી ફરી ગયું હતું.