દેશઃ RBI ગવર્નર શશિકાંત દાસને કોરોના, ટ્વીટ કરીને જાણકારી આપી

અટલ સમાચાર, ડેસ્ક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે તેમને કોરોના વાયરસના લક્ષણો નથી દેખાતા જોકે, તેમણે પોતાને આઈસોલેટ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે અત્યારે પોતાના સંપર્કમાં આવનારા લોકો પણ સતર્ક રહે. દાસે જણાવ્યું કે રિઝર્વ બેન્કનું કામ સુચારુ રુપથી ચાલતું રહેશે અને તેઓ
 
દેશઃ RBI ગવર્નર શશિકાંત દાસને કોરોના, ટ્વીટ કરીને જાણકારી આપી

અટલ સમાચાર, ડેસ્ક

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે તેમને કોરોના વાયરસના લક્ષણો નથી દેખાતા જોકે, તેમણે પોતાને આઈસોલેટ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે અત્યારે પોતાના સંપર્કમાં આવનારા લોકો પણ સતર્ક રહે. દાસે જણાવ્યું કે રિઝર્વ બેન્કનું કામ સુચારુ રુપથી ચાલતું રહેશે અને તેઓ આઈસોલેશનમાં કામ કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શક્તિકાંત દાસે રવિવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું. મને સંક્રમણના કોઈ લક્ષણ નથી. હું એક હદ સુધી સારું મહેસૂસ કરું છું. જે લોકો તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે. તે સતર્ક રહે. તેમણે વધુમાં લખ્યું છે કે આઈસોલેશનમાં રહીને હું કામ ચાલું રાખીશ. રિઝર્વ બેન્કનું કામ સુચારું રુપથી ચાલતું રહેશે. હું ફોન કે વીડિયો કોલિંગના માધ્યમથી બધા ડેપ્યુટી ગવર્નર્સ અને અન્ય અધિકારીઓના સંપર્કમાં રહીશ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શક્તિકાંત દાસ ઉપરાંત અત્યારે દેશમાં અનેક મોટા નેતાઓ કોરોના વાયરસ સંક્રમિત છે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બિહારના ઉપર મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનો પણ સમાવેશ થાય છે. આ પહેલા ઉપ રાષ્ટ્રપતિ વેંકેયા નાયડૂ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર પ્રધાન સહિત અનેક કેન્દ્રીય મંત્રી કોરોનાના ચપેટમાં આવી ચૂક્યા છે.