દેશઃ કોરોનાના ડરથી પુત્રએ પિતાનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી

અટલ સમાચાર, ડેસ્ક મહારાષ્ટ્રના અકોલામાં કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ બાદ પુત્રએ પોતાના જ પિતાના મૃતદેહને લેવાનો ઈન્કાર કરી દીધો. પોતાને કોરોના ન થાય તેથી કરીને પુત્રએ પોતાના પિતાનું મોઢું પણ ન જોયું. જ્યારે આ વાત વિસ્તારના સામાજિક કાર્યકરોને ખબર પડી તો તેમણે પોતે મુસ્લિમ હોવા છતાં મૃતકના હિન્દુ રિતિ રિવાજથી દાહ સંસ્કાર કર્યાં. મહાનગરપાલિકાના
 
દેશઃ કોરોનાના ડરથી પુત્રએ પિતાનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્રના અકોલામાં કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ બાદ પુત્રએ પોતાના જ પિતાના મૃતદેહને લેવાનો ઈન્કાર કરી દીધો. પોતાને કોરોના ન થાય તેથી કરીને પુત્રએ પોતાના પિતાનું મોઢું પણ ન જોયું. જ્યારે આ વાત વિસ્તારના સામાજિક કાર્યકરોને ખબર પડી તો તેમણે પોતે મુસ્લિમ હોવા છતાં મૃતકના હિન્દુ રિતિ રિવાજથી દાહ સંસ્કાર કર્યાં.

મહાનગરપાલિકાના સ્વચ્છતા અધિકારી પ્રશાંત રાજૂરકરે જણાવ્યું કે બે દિવસ પહેલા એક વૃદ્ધનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું હતું. દસ્તાવેજી કામગીરી બાદ પ્રશાસને મૃતકના ઘરવાળાને જાણ કરી પરંતુ તેમના ઘરેથી કોઈ જ મૃતદેહ લેવા આવ્યું નહીં. જે બાપના કારણે પુત્રને આ ધરતી પર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે પિતાના અંતિમ સમયે જોવા સુદ્ધા ન ફરક્યો. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ જોઈને મનને આઘાત લાગે છે.

પ્રશાંતે જણાવ્યું કે મૃતકના ઘરમાં તેમના પત્ની અને પુત્ર છે. પુત્ર નાગપુરમાં રહે છે. જ્યારે તેને પિતાના મોતની જાણ થઈ તો તે અકોલા ગયો પરંતુ તેને કોરોના થઈ જાય તે બીકથી તે પિતાના મૃતદેહને કાંધો આપવાનું તો દૂર રહ્યું, તેમના અંતિમ દર્શન કરવા માટે પણ ન ફરક્યો. આ અંગે જ્યારે વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સેવા અને તેમના અંતિમ સંસ્કારના કામમાં લાગેલા જાવેદ ઝકારિયાને જાણ થઈ તો તેમણે તે વૃદ્ધ વ્યક્તિના હિન્દુ રિતિ રિવાજ પ્રમાણે દાહ સંસ્કાર કર્યાં.