દેશઃ આવતીકાલથી શરૂ થશે દેશની પ્રથમ કિસાન રેલ, આ રાજ્યોને થશે લાભ

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષે કિસાન રેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે આ જાહેરાતને ફાઇનલ ટચ આપતાં ભારતીય રેલવેએ 7 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી કિસાન રેલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા સેવામાં દેશના ઘણા રાજ્યોના ખેડૂતોને સીધો ફાયદો મળવાનો છે. અટલ સમાચાર
 
દેશઃ આવતીકાલથી શરૂ થશે દેશની પ્રથમ કિસાન રેલ, આ રાજ્યોને થશે લાભ

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષે કિસાન રેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે આ જાહેરાતને ફાઇનલ ટચ આપતાં ભારતીય રેલવેએ 7 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી કિસાન રેલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા સેવામાં દેશના ઘણા રાજ્યોના ખેડૂતોને સીધો ફાયદો મળવાનો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જાણકારોનું કહેવું છે કે કિસાન રેલની શરૂઆત મહારાષ્ટ્રથી બિહાર વચ્ચે થઇ રહી છે. ભારતીય રેલવેએ પહેલી કિસાન રેલને મહારાષ્ટ્રના દેવલાલી રેલવે સ્ટેશનથી બિહાર સ્થિત દાનાપુર રેલવે સ્ટેશન સુધી ચલાવવાનો નિર્ણય કર્યો છે. 7 ઓગસ્ટના રોજ પહેલી કિસાન રેલ દેવલાલીથી દાનપુર પહોંચશે. કિસાન રેલ આ બે સ્ટેશનો વચ્ચે લગભગ 1519 કિમીનું અંતર લગભગ 32 કલાકમાં કાપશે.

દેવલાલી- નાસિક રોડ, મનમાડ, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર, ખંડવા, ઇટારસી, જબલપુર, સતના, કટની, માનિકપુર, પ્રયાગરાજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અને બક્સ રોકાશે. કુલ મળીને આ પહેલાં રૂટમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને ફાયદો મળવાનો છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે યૂનિયન બજેટ (Union Budget)માં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ ખેડૂતો માટે ખાસ કિસાન રેલ દોડવાવાની જાહેરાત કરી હતી. જોકે કિસાન રેલ એક પ્રકારની સ્પેશિયલ પાર્સલ ટ્રેન હશે જેમાં અનાજ, ફળ અને શાકભાજીને લઇ જવા ઉપયોગમાં લઇ શકાશે.