દેશ: GST અંગે આજથી આ નિયમ લાગૂ થવાથી વેપારીઓ પર સીધી અસર

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઇન્કમટેક્સ બાદ GSTમાં DINને લાગૂ કર્યો છે. દેશના વેપારીઓના હિતોના રક્ષણ માટે આવું પગલું ભરવામાં આવ્યું છે. CBIC ના આદેશ પ્રમાણે DINનો ઉપયોગ એવા GST કેસોમાં થશે, જેની ઇન્ક્વાયરી ચાલી રહી હોય અને જેમની સામે અરેસ્ટ કે સર્ચ વૉરંટ નીકળ્યું હોય. CBIC પ્રમાણે 8મી નવેમ્બર પછી જે પણ
 
દેશ: GST અંગે આજથી આ નિયમ લાગૂ થવાથી વેપારીઓ પર સીધી અસર

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઇન્કમટેક્સ બાદ GSTમાં DINને લાગૂ કર્યો છે. દેશના વેપારીઓના હિતોના રક્ષણ માટે આવું પગલું ભરવામાં આવ્યું છે. CBIC ના આદેશ પ્રમાણે DINનો ઉપયોગ એવા GST કેસોમાં થશે, જેની ઇન્ક્વાયરી ચાલી રહી હોય અને જેમની સામે અરેસ્ટ કે સર્ચ વૉરંટ નીકળ્યું હોય. CBIC પ્રમાણે 8મી નવેમ્બર પછી જે પણ કાગળ જાહેર થશે તેમાં DIN આપવો જરૂરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નાણા મંત્રાલયની પહેલ બાદ આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે વિભાગ તરફથી જાહેર કરવામાં આવનાર તમામ નોટિસો પર કોમ્પ્યુટર જનરેટેડ ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (DIN) હશે. સાથે જ નવા નિર્ણય પ્રમાણે આ નંબર ટેક્સપેયર્સને મળતા તમામ ડોક્ટુમેન્ટ્સ પર જરૂરી બની ગયો છે. આ સિસ્ટમથી ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં વધારે પાદર્શકતા લાવી શકાશે તેમજ જવાબદારી નક્કી કરી શકાશે.

શું હોય છો DIN :

ટેક્સ ડિપાર્ટમેન્ટ જે નોટિસ બહાર પાડે છે તેમાં કોમ્પ્યુટર જનરેટેડ DIN હોય છે. જો કોઈ પણ નોટિસ પર આ નંબર નથી તો તેનો મતલબ એવો થાય કે આ નોટિસ કાયદેસર નથી.

DIN વગર નોટિસ માન્ય નહીં ગણાય 

રેવન્યૂ સચિવ ડૉ. અજય ભૂષણ પાંડેયનું કહેવું છે કે અપ્રત્યક્ષ ટેક્સ પર સરકારમાં સૌથી પહેલા DINનો ઉપયોગ કોઈ પણ તપાસ પ્રક્રિયા માટે પાઠવવામાં આવેલા સમન્સ, તપાસ માટે અધિકૃત કરવા માટે, ધરપકડ વૉરંટ, તપાસ નોટિસ અને પત્રો પર કરવામાં આવશે.

જો કોમ્પ્યુટર જનરેટેડ DIN વગર કોઈ પત્ર-વ્યવહાર કરે છે તો તે અમાન્ય ગણાશે. કાયદાકીય રીતે આ ખોટું ગણાશે અને એવું માની લેવામાં આવશે કે આવો પત્ર ક્યારેય જાહેર જ નથી થયો. DINનો નિર્ણય તમામ પ્રકારના પત્ર-વ્યવહારના યોગ્ય ઑડિટ જાણકારીઓને યોગ્ય રીતે ડિજિટલ ડિરેક્ટરીમાં સ્ટોર કરવા માટે કરવામાં આવે છે. DIN વાળા તમામ પત્રોની ખરાઈ ઑનલાઇન પૉર્ટલ cbicddm.gov.in પર કરી શકાશે. 5 નવેમ્બર, 2019ના રોજ જાહેર સર્ક્યુલર પ્રમાણે જો હવેથી આ પ્રકારની નોટિસ જાહેર થશે તો તે માન્ય નહીં ગણાય.