દેશઃ આ રાજ્યમાં કોરોના વાઇરસથી પ્રથમ શંકાસ્પદ મોત

અટલ સમાચાર, ડેસ્ક ચીનથી આવેલો કોરોના વાઇરસે વિશ્વના 100 દેશોમાં હાહાકાર મચાવી ભારતમાં ઓફિશિયલી પ્રવેશ કરી દીધો છે. આજે કોરોના વાયરસના કારણે ભારતમાં પ્રથમ શંકાસ્પદ મોત થયું છે. કર્ણાટકના કલબુર્ગી-ગુલબર્ગા જિલ્લામાં COVID-19ના પોઝિટિવ કેસ ધરાવતાં વૃદ્ધનું મોત થયું છે. PTIની માહિતી મુજબ કર્ણાટકમાં કોરોના વાયરસના કારણે પ્રથમ શંકાસ્પદ મોત થયું છે. PTIના જણાવ્યા મુજબ કર્ણાટક
 
દેશઃ આ રાજ્યમાં કોરોના વાઇરસથી પ્રથમ શંકાસ્પદ મોત

અટલ સમાચાર, ડેસ્ક

ચીનથી આવેલો કોરોના વાઇરસે વિશ્વના 100 દેશોમાં હાહાકાર મચાવી ભારતમાં ઓફિશિયલી પ્રવેશ કરી દીધો છે. આજે કોરોના વાયરસના કારણે ભારતમાં પ્રથમ શંકાસ્પદ મોત થયું છે. કર્ણાટકના કલબુર્ગી-ગુલબર્ગા જિલ્લામાં COVID-19ના પોઝિટિવ કેસ ધરાવતાં વૃદ્ધનું મોત થયું છે. PTIની માહિતી મુજબ કર્ણાટકમાં કોરોના વાયરસના કારણે પ્રથમ શંકાસ્પદ મોત થયું છે. PTIના જણાવ્યા મુજબ કર્ણાટક આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશના કર્ણાટકના કલબુર્ગી (ગુલબર્ગા)ના આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ 76 વર્ષીય વૃદ્ધને પોઝિટિવ કોરોના વાયરસ હતો. થોડા દિવસ ઝઝૂમ્યા બાદ આજે તે વૃદ્ધનું મોત થયું છે. વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે ભારતમાં કર્ણાટકમાં કોરોના વાયરસથી પહેલું મોત થયું છે. વિશ્વભરમાં કોરોનાવાયરસથી મોતનો આંકડો 3500 વટાવી ગયો છે અને આશરે 100000 જેટલા લોકોને ઇન્ફેક્શન લાગ્યું છે.