દેશ: રામાયણ-મહાભારત બાદ દૂરદર્શન પર ફરી આવશે આ જૂના શો

અટલ સમાચાર,ડેસ્ક જ્યાં એક તરફ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ બનેલી છે. ત્યાં જ બીજી તરફ દૂરદર્શનને પોતાના દર્શકોના મનોરંજનની પૂરી તૈયારી કરી લીધી છે. લોકડાઉનના કારણે જ દૂરદર્શનના તે જૂના દિવસો જાણે કે પાછા ફર્યા છે. દૂરદર્શન પર ધાર્મિક શો રામાયણ અને મહાભારત પહેલા જ રીલિઝ થઇ ચૂક્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
દેશ: રામાયણ-મહાભારત બાદ દૂરદર્શન પર ફરી આવશે આ જૂના શો

અટલ સમાચાર,ડેસ્ક

જ્યાં એક તરફ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ બનેલી છે. ત્યાં જ બીજી તરફ દૂરદર્શનને પોતાના દર્શકોના મનોરંજનની પૂરી તૈયારી કરી લીધી છે. લોકડાઉનના કારણે જ દૂરદર્શનના તે જૂના દિવસો જાણે કે પાછા ફર્યા છે. દૂરદર્શન પર ધાર્મિક શો રામાયણ અને મહાભારત પહેલા જ રીલિઝ થઇ ચૂક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવે દૂરદર્શન પર બીજા કેટલાક ક્લાસિક શો ફરીથી બતાવવાનો નિર્ણય કર્યો છે. રામાયણ અને મહાભારત પછી આ 5 લોકપ્રિય શો દૂરદર્શન પર પાછા ફરી રહ્યા છે. અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયે આ અંગે ટ્વિટર પર જાહેરાત પણ કરી છે. હાલમાં જ ભારત સરકારના સૂચના વિભાવે ટ્વિટ કરીને જણાવ્યું કે તે ટેલિવિઝનના સ્વર્ણિમ યુગને પાછો લાવવા માટે તૈયાર છે. શ્રીમાન શ્રીમતી, ચાણક્ય, ઉપનિષદ ગંગા, કૃષ્ણા કાલી કાર્યક્રમોને એપ્રિલ 2020થી ફરીથી પ્રસારિત કરવાની યોજના છે. આમ ટીવી પર હવે 5 સૌથી ફેવરેટ શો પાછા ફરશે.

દેશ: રામાયણ-મહાભારત બાદ દૂરદર્શન પર ફરી આવશે આ જૂના શો

ઉલ્લેખનીય છે લોકોડાઉનના સમયે જ્યારે રામાયણ ફરીથી શરૂ થઇ તો સોશિયલ મીડિયામાં લોકોએ તેને સહર્ષ સ્વીકારી હતી અને અનેક લોકોએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તે પરિવાર સાથે રામાયણ ફરીથી જોઇ રહ્યા છે. વધુમાં રામાયણ અને મહાભારત સિવાય સર્કસ અને જાસૂસી સીરિયલ બ્યોમકેશ બક્શી પણ ફરીથી દેખાડવામાં આવી રહ્યા છે. જેને પણ લોકડાઉનના આ સમયે દર્શકો જોવાનું પસંદ કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં પણ આ શો પાછા ફરવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.