દેશ: લોકડાઉનના બીજા તબક્કામાં બેંક અને ATM અંગે નવા નિયમો જાહેર

અટલ સમાચાર,ડેસ્ક દેશમાં કોરોના વાયરસની મહામારીને રોકવા માટે લૉકડાઉનને ત્રીજી મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ દરમિયાન સરકાર તરફથી એક વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેના કારણે લોકોને કોઈ સમસ્યા ન પડે. આ અંગે બેંક અને એટીએમની વાત કરવામાં આવે તો આ સેવાઓ પહેલાની જેમ ચાલુ જ રહેશે. તો જાણીએ કેન્દ્ર સરકાર તરફથી
 
દેશ: લોકડાઉનના બીજા તબક્કામાં બેંક અને ATM અંગે નવા નિયમો જાહેર

અટલ સમાચાર,ડેસ્ક

દેશમાં કોરોના વાયરસની મહામારીને રોકવા માટે લૉકડાઉનને ત્રીજી મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ દરમિયાન સરકાર તરફથી એક વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેના કારણે લોકોને કોઈ સમસ્યા ન પડે. આ અંગે બેંક અને એટીએમની વાત કરવામાં આવે તો આ સેવાઓ પહેલાની જેમ ચાલુ જ રહેશે. તો જાણીએ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં બેન્કિંગ સેવાઓ વિશે શું લખવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1. બેંકોની તમામ બ્રાંચો અને એટીએમ ખુલ્લા રહેશે. તમામ પ્રકારની બેન્કિંગ સેવાઓ ચાલુ રહેશે. બેન્કિંગ કૉરસ્પોન્ડેન્ટ અને એટીએમમાં કેશ નાખતી એજન્સીઓ પણ પહેલાની જેમ કામ કરતી રહેશે.

  • બેંકોની બ્રાંચોને ડીબીટી કેશ ટ્રાન્સફર પૂર્ણ થયા સુધી સામાન્ય કામકાજના કલાકો પ્રમાણે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
  • સ્થાનિક તંત્રએ બેંકોની શાખાઓમાં પૂરતા પ્રમાણમાં સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવા પડશે. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે.

2. ભારતીય રિઝર્વ બેંક તેમજ આરબીઆઈ તરફથી માન્યતા પ્રાપ્ત તમામ નાણાકીય માર્કેટ્સ જેમ કે NPCI,CCIL, પેમેન્ટ સિસ્ટમ્સ તેમજ સ્ટેન્ડઅલોન પ્રાઇવરી સેવા ચાલુ રહેશે. જો સરળ ભાષામાં કહીએ તો તમામ ઑનલાઇન બેન્કિંગ સેવાઓ તેમજ ગૂગલ પે કામ કરતા રહેશે.

3. શેર બજાર અને બૉન્ડ માર્કેટ પર પણ કામ થતું રહેશે. ઇરડા (Insurance Regulatory and Development Authority)અને વીમા કંપનીઓ પોતાનું કામ ચાલુ રાખશે.

નવા નિયમ પ્રમાણે રાજ્ય સરકાર જો કોઈ વિસ્તારને રેડ ઝોન જાહેર કરે છે તો ત્યાં આ કાયદા લાગૂ નહીં પડે. તેમને સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ પ્રમાણે જ લાગૂ કરી શકાશે. એટલે કે આ વિસ્તારોમાં આવતી ઉપરાની તમામ સંસ્થાઓએ સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશોનું પાલન કરીને તે પ્રમાણે ઓફિસ ચાલુ કે બંધ રાખવી પડશે.