દેશ: 1 જાન્યુઆરીથી બેંક સાથે જોડાયેલી આ સેવા ફ્રીમાં મળશે: નાણામંત્રી

અટલ સમાચાર,ડેસ્ક નાણાકીય વર્ષ 2020-21 માટે બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે જાણકારી આપી કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ દરમિયાન તેમણે કહ્યું કે જાન્યુઆરી પછી 50 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓએ રૂપે ડેબિટ કાર્ડ અને UPI QRથી પેમેન્ટની સુવિધા આપવી પડશે.
 
દેશ: 1 જાન્યુઆરીથી બેંક સાથે જોડાયેલી આ સેવા ફ્રીમાં મળશે: નાણામંત્રી

અટલ સમાચાર,ડેસ્ક

નાણાકીય વર્ષ 2020-21 માટે બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે જાણકારી આપી કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ દરમિયાન તેમણે કહ્યું કે જાન્યુઆરી પછી 50 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓએ રૂપે ડેબિટ કાર્ડ અને UPI QRથી પેમેન્ટની સુવિધા આપવી પડશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ માટે કંપનીઓ એમડીઆર ફી નહીં વસૂલે.

ડેબિટ કાર્ડ પર MDR ચાર્જ લાગે છે, જે મર્ચન્ટ પોતાના સર્વિસ પ્રોવાઇડરને આપે છે. PoS મશિન પર દરેક વખતે સ્વાઇપ કરતી વખતે ચાર્જ લાગે છે. ઑનલાઇન અને OR કોડ મારફતે લેવડદેવડમાં આ ચાર્જ લાગે છે. કેટલો MDR ચાર્જ લાગે છે? મર્ચન્ટ દ્વારા આપવામાં આવતો આ ચાર્જ ત્રણ હિસ્સામાં વહેંચાયેલો છે. જેમાં લેવડદેવડમી સુવિધા આપનાર બેંક, PoS મશીન ઇન્સ્ટોલ કરનાર વેન્ડર અને કાર્ડ નેટવર્ક સર્વિસ પ્રાવાઇડર સામેલ છે. કાર્ડ સ્વાઇપ પર લાગતો આ ચાર્જ બે ટકા સુધી હોય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

જુલાઇ 2019માં બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રીએ કહ્યું હતું કે, 50 કરોડ રૂપિયા કે તેનાથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓએ ડિજિટલ પેમેન્ટ દરમિયાન પોતાના ચાર્જને ઓછો કરવો જોઈએ. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ ખર્ચ આરબીઆઈએ ભોગવવો જોઈએ. પ્રથમ ફેબ્રુઆરી, 2020ના રોજ નાણા મંત્રી મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે.

નાણા મંત્રીએ સરકારી બેંકના નાણાકીય પ્રદર્શન અને તેમના વેપારમાં વૃદ્ધિની સમીક્ષા માટે આ બેંકોના મુખ્ય અધિકારીઓ સાથે આજે બેઠક કરી હતી. પ્રેસ કૉન્ફરન્સમાં નાણા મંત્રીએ કહ્યું કે, બેંકો વિરુદ્ધ સેન્ટ્ર્લ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન સીધી કાર્યવાહી ન કરી શકે. તેમણે કહ્યું કે કોઈ ફ્રોડના મામલામાં બેંક જ સીબીઆઈને કેસ આપશે. બેંકની મંજૂરી વગર કોઈ જ કેસ સીબીઆઈને નહીં આપવામાં આવે.