આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે સ્પેશિયલ એક્સ્ટ્રા સેક્શન ફ્લાઇટ (એસઇએસએફ)ના સંચાલન માટે બે નવા વિમાનો ખરીદવાનું જણાવ્યુ હતુ. જેમાં વડાપ્રધાન સહિતના વીવીઆઇપીઓની સુવિધાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. સરકાર વીવીઆઇપી લોકો માટે 8,458 કરોડ રૂપિયાના વિમાન ખરીદવા જઇ રહી છે. આ ખર્ચાની જોગવાઇ ખુદ સરકારે જ બજેટમાં કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે તે મુજબ બે બોઇંગ વિમાનો 777-300 ઇઆર વિમાન ખરીદવામાં આવશે. આ વિમાનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જે વિમાન છે તેના જેવા જ હશે. આ સાથે એટલી જ આધુનિક સુવિધાઓ તેમાં આપવામાં આવશે. આ ખર્ચાની જોગવાઇ ખુદ સરકારે જ બજેટમાં કરી છે.

નાણાપ્રધાન નિર્મલા સિતારામને કહ્યું હતું કે, સ્પેશિયલ એક્સ્ટ્રા સેક્શન ફ્લાઇટ (એસઇએસએફ)ના સંચાલન માટે બે નવા વિમાનો ખરીદવામાં આવશે. અને આ માટે નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. હાલ પણ વિમાનોનો ઉપયોગ થાય જ છે પણ હવે તેને બદલવામાં આવશે અને તેની જગ્યાએ વધુ આધુનિક વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે. આ વિમાનોમાં વધુ આરામદાયક સુવિધા નેતાઓને આપવામા આવશે. જે નવા વિમાનો ખરીદવામાં આવી રહ્યા છે તે આ વર્ષે જુલાઇ મહિના સુધીમાં ઉપયોગમાં લેવાનું શરૂ કરવામાં આવશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ વિમાનો ઉપર એર ઇન્ડિયા વનનો લોગો કે સાઇન હશે. આ સાઇન એ વાતના સંકેત આપે છે કે વિમાનમાં વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ સવાર છે. એર ઇન્ડિયાએ વર્ષ 2006માં અમેરિકી કંપની બોઇંગને 68 વિમાનોનો ઓર્ડર આપ્યો હતો. જેમાં હવે આ બે વીઆઇપી વિમાનોનો પણ સમાવેશ કરાયો છે. આ વિમાનોનો ઉપયોગ માત્ર વીવીઆઇની લોકો માટે જ કરવામાં આવશે. આ વિમાનોની ખરીદી વચ્ચે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા છે કે હાલ સરકાર પાસે પૈસા નથી અને એલઆઇસી, એર ઇન્ડિયા પણ વેચવા કાઢી છે. આવી સ્થિતિમાં કરોડો રૂપિયા વીવીઆઇપીઓની સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

25 Sep 2020, 7:30 AM (GMT)

COVID-19 Global Stats

32,659,455 Total Cases
991,033 Death Cases
24,091,905 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code