દેશઃ અત્યાર સુધી કોરોનાના કુલ કેસ 1 લાખને પાર, 3163ના મોત

અટલ સમાચાર, ડેસ્ક દુનિયાની સામે ભારતની સ્થિતિ બાકીથી સારી છે. ભારતમાં એક લાખની વસ્તી સામે કોરોના વાયરસના 7.1 કેસ સામે આવ્યા છે. જ્યારે વૈશ્વિક સ્તર પર આ આંકડો પ્રતિ લાખ 60 દર્દીઓનો છે. ,કઅત્યારસુધી કોરોના વાયરસના દેશમાં 1,01,139 કેસ, મૃત્યાંક 3163, અને 39173 દર્દીઓ સાજા થયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
દેશઃ અત્યાર સુધી કોરોનાના કુલ કેસ 1 લાખને પાર, 3163ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયાની સામે ભારતની સ્થિતિ બાકીથી સારી છે. ભારતમાં એક લાખની વસ્તી સામે કોરોના વાયરસના 7.1 કેસ સામે આવ્યા છે. જ્યારે વૈશ્વિક સ્તર પર આ આંકડો પ્રતિ લાખ 60 દર્દીઓનો છે. ,કઅત્યારસુધી કોરોના વાયરસના દેશમાં 1,01,139 કેસ, મૃત્યાંક 3163, અને 39173 દર્દીઓ સાજા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં વધુ બે સપ્તાહ માટે (31 મે) લોકડાઉન લંબાયું છે. આગામી 31 મે સુધી દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ રહેશે અને ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોન મુજબ નિયમો અનુસાર રાહતો મળશે અથવા કડકાઈ વધશે. સરકાર પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્નો કરી રહી છે પરંતુ દેશમાં દરરોજ કેસની સંખ્યા વધી રહી છે.

દેશમાં 58 હજાર 802 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર સૌથી વધુ છે. અહીં દર્દીઓની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઈ છે. મૃત્યુ પામનારનો આંકડો 1249 થઈ ગયો છે. તો ગુજરાતમાં કોરોના પીડિતોની સંખ્યા 12 હજારને નજીક પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુઆંકની સંખ્યા 694 છે. તો રાજસ્થાનમાં અત્યાર સુધી 5 હજાર 507 કન્ફર્મ કેસ સામે આવ્યા છે, જેમાં 138 લોકોના મૃત્યુ થયા છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 5 હજાર 236 મામલા સામે આવી ચુક્યા છે. જેમાં 252 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. અહીં સંક્રમિતોની સંખ્યા 4605 થઈ ગઈ છે, જેમાં 118 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.