આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સતત એક મહિનાથી જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી તેના પર ગઇકાલે જ પૂર્ણવિરામ મૂકાઈ ગયો હતો. એનસીપી અને કોંગ્રેસ (Congress) ના સહયોગથી શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના 18માં મુખ્યમંત્રી બન્યા છે.

ખાસ વાત એ રહી કે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પણ મુંબઇના શિવાજી પાર્કમાં થયેલા આ શપથવિધિ કાર્યક્રમમાં સાક્ષી બન્યાં. રાજકીય કડવાહટ ભૂલીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ પણ મંચ પર જોવા મળ્યાં હતા. જો કે આ બંને સિવાય ભાજપના કોઈ બીજા મોટા નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યાં નહોતાં.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

જો કે પીએમ મોદીએ ઉદ્ધવ ઠાકરેને ટ્વીટ કરીને મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેવા બદલ ઉદ્ધવ ઠાકરેને ખુબ શુભેચ્છા. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના ઉજ્વળ ભવિષ્ય માટે ખુબ મહેનતથી કામ કરશે.

શિવાજી પાર્કમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani), તેમના પત્ની નીતા અંબાણી, અને તેમના પુત્ર પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મનોહર જોશી, મધ્ય પ્રદેશના સીએમ કમલનાથ, કોંગ્રેસના નેતા અહેમદ પટેલ, કપિલ સિબ્બલ, પૃથ્વીરાજ ચૌહાણ, ડીએમકેના સ્ટાલિન, ટીઆર બાલુ, રાજ ઠાકરે પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. તદઉપરાંત સંજય રાઉત, મલ્લિકાર્જૂન ખડગે, શરદ પવાર, અને સુપ્રિયા સુલે પણ સમારોહમાં હાજર રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code