file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલસમાચાર, ડેસ્ક

સરકારના સુત્રો મુજબ ગાંધી પરિવાર પાસેથી SPG સુરક્ષા પછી ખેંચી Z+ સુરક્ષા આપવામાં આવશે. SPGનું ગઠન દેશમાં વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાન અને અમુક લોકોની સુરક્ષા કરવા માટે કરવામાં આવ્યું હતું. શુક્રવારે ગૃહમંત્રાલયમાં થયેલી સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હવે CRPF કમાન્ડોની ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે.

અત્યાર સુધી SPGની સુરક્ષા દેશમાં માત્ર ચાર લોકો પાસે હતી જેમાં વડાપ્રધાન મોદીની સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસે SPG સુરક્ષા હતી. ગૃહમંત્રાલયના આ નિર્ણય બાદ હવે માત્ર વડાપ્રધાન મોદી પાસે જ SPG સુરક્ષા હશે. દેશમાં થોડા થોડા સમયમાં દેશના મહત્વપૂર્ણ વ્યક્તિઓની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવે છે અને જરૂર જણાય તો તેમાં નાનામોટા ફેરબદલ પણ કરવામાં આવે છે. સુત્રો અનુસાર આ જ સુરક્ષા સમિતિની સમીક્ષા બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓને જે ઈનપુટ મળે તે બાદ આવા નિર્ણય લેવામાં આવે છે.

આ ઈનપુટના અધ્યયન પ્રમાણે ગાંધી પરિવારને કોઈ જ પ્રકારનો ખતરો નથી. આ જ વર્ષે ઓગસ્ટ મહિના માં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની SPG સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે SPG ખુબ ઊંચા સ્તરની હોય છે જે અત્યાધુનિક હથીયારોથી સુરક્ષા કરે છે.

સુરક્ષા સમિતિની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓને મળેલા ઈનપુટ પ્રમાણે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ અમિત શાહ પર ખતરો વધી ગયો છે. અમિત શાહને અત્યારે Z સ્પેશ્યલ સુરક્ષા આપવામાં આવી છે જે Z+થી વધારે સારી છે. આ સિવાય હવે જયારે અમિત શાહ એકજગ્યાએથી બીજી જગ્યાએ જશે ત્યારે તેમના માટે ટ્રાફિકને રોકી દેવામાં આવશે.

કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે આ નિર્ણય રાજનીતિક બદલાની ભાવનાથી લેવામાં આવ્યો છે અને ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે. કોંગ્રેસ નેતા રાશીદ અલ્વીએ સરકાર પર હુમલો કરતા કહ્યું કે સરકાર SPG સુરક્ષા હટાવીને ગાંધી પરિવારને પરેશાન કરવા માંગે છે. ગાંધી પરિવારમાં બે લોકોની હત્યા કરી દેવામાં આવી હતી એવામાં એમની સુરક્ષા ન હટાવી જોઈએ.

25 May 2020, 9:13 AM (GMT)

COVID-19 Global Stats

5,516,717 Total Cases
346,949 Death Cases
2,310,143 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code