દેશઃ કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું

અટલ સમાચાર, ડેસ્ક પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે. દેશમાં આજે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજના દિવસનો સમગ્ર દેશ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મહિનાઓની દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, જવાન તમામના મોઢે એ સવાલ હતો કે કોરોના રસી
 
દેશઃ કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું

અટલ સમાચાર, ડેસ્ક

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે. દેશમાં આજે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજના દિવસનો સમગ્ર દેશ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મહિનાઓની દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, જવાન તમામના મોઢે એ સવાલ હતો કે કોરોના રસી ક્યારે આવશે. હવે વેક્સીન આવી ગઈ છે, ખૂબ જ ઓછા સમયમાં આવી ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કોરોના વેક્સીનને બે ડોઝ લગાવવા ખૂબ જ જરૂરી છે. પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે લગભગ એક મહિનાનું અંતર રાખવામાં આવશે. બીજો ડોઝ લગાવ્યાના બે સપ્તાહ બાદ શરૂરીમાં કોરોના સામેની જરૂરી શક્તિ વિકસીત થશે. પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે ભારતમાં કોરોના પહોંચ્યો ત્યારે દેશમાં કોરોના ટેસ્ટિંગની એક જ લેબ હતી. આપણે આપણા સામર્થ્ય પર વિશ્વાસ રાખ્યો અને આજે 2300 થી વધારે નેટવર્ક આપણી પાસે છે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું કોરોના મહામારીથી બીમાર ઘણા સાથીઓ હોસ્પિટલથી ઘરે પરત ન ફર્યા. પીએમ મોદીએ કહ્યું કે જે લોકોમાં કોરોના સંક્રમણનો વધારે ખતરો છે તેમને સૌથી પહેલા રસીકરણ કરાશે. પીએમ મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ ફ્રંટલાઈન વર્કસને રસીકરણ કરવામાં આવશે. તેનો ખર્ચ ભારત સકાર ઉઠાવશે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઈતિહાસમાં આટલા મોટા સ્તરનું રસીકરણ અભિયાન પહેલા ક્યારેય નથી ચલાવવામાં આવ્યું. પીએમએ કહ્યું કે દુનિયાના 100થી પણ વધારે એવા દેશ જેમની જનસંખ્યા 3 કરોડથી ઓછી છે. તેઓ ભારત રસીકરણના પોતાના પ્રથમ તબક્કામાં જ 3 કરોડ લોકોને વેક્સીન લગાવી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતીય વેક્સીનને સ્ટોર કરવી ખૂબ જ સરળ છે. અન્ય દેશોની તુલનામાં સ્વદેશી વેક્સીન સસ્તી છે. મોટા સંકટમાં પણ દેશે આત્મવિશ્વાસ ન છોડ્યો. રસી બાદ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે.

પ્રથમ દિવસે પ્રત્યેક સ્થળ પર અંદાજે 100 જેટલા હેલ્થ વર્કર્સોને રસી આપવામાં આવશે. રસીકરણના કાર્યક્રમમાં કો વિન નામના ઓનલાઈન ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. જે કેંદ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તૈયાર કર્યું છે.