પર્દાફાશ@રાજકોટ: બ્લેકના વ્હાઈટ કરવાના કૌભાંડમાં 2.14 કરોડની રોકડ સાથે 2 ઝડપાયા
છળ કપટથી સરકાર સાથે ટેક્સની ચોરી આચરતા હતાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના નાનામૌવા રોડ ઉપર આવેલા નાઈનસ્ક્વેર બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા બે શખ્સો મોટાપાયે રોકડ નાણાની હેરફેર કરતા હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુન્હા નિવારણ શાખાને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી મોરબીથી રાજકોટ આવી રહેલા આ બન્ને શખ્સોની કારને અટકાવી તલાશી લેતા તેમાંથી 90 લાખની રોકડ મળી હતી. ઓફિસ પર તપાસ કરાતા ત્યાંથી પણ 1.14 કરોડની રોકડ રકમ મળી આવતા આ તમામ રોકડ રકમ કબ્જે કરી ઈન્કમટેક્સ વિભાગને જાણ કર્યા બાદ પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
આર્થિકગુના નિવારણ શાખાના પી.આઈ. કૈલાની સુચનાથી પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે, શ્રોફનો ધંધો કરતા બે વેપારીઓ બ્લેકના નાણા વાઈટ કરવાનું કૌભાંડ આચરી રહ્યા છે અને બન્ને રાજકોટ તરફ બેડી ચોકડીથી આવતા હોય તેવી માહિતી બાદ વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી 90 લાખની રોકડ મળી આવી હતી. બાદમાં પુછપરછ કરાતા વધુ રકમ નાનામૌવા રોડ મારવાડી બિલ્ડીંગની બાજુમાં નાઈનસ્ક્વેર બિલ્ડીંગના છઠ્ઠા માળે ઓફિસ નં. 608માં પડી હોવાનું કબુલાત આપતા પોલીસે ત્યાં પણ છાપો માર્યો હતો.લાખની રોકડ મળી આવી હતી.
બાદમાં પુછપરછ કરાતા વધુ રકમ નાનામૌવા રોડ મારવાડી બિલ્ડીંગની બાજુમાં નાઈનસ્ક્વેર બિલ્ડીંગના છઠ્ઠા માળે ઓફિસ નં. 608માં પડી હોવાનું કબુલાત આપતા પોલીસે ત્યાં પણ છાપો માર્યો હતો. ત્યાંથી પણ 1.24 કરોડની રોકડ મળી કુલ 2.14 કરોડની રોકડ રકમ કબ્જે કરી હતી. સાથે ગોંડલ તાલુકાના અનિડા ગામના અને હાલ અંબીકા ટાઉનશીપમાં અક્ષર એવન્યુ ફ્લેટમાં ભાડે રહેતા નિલેશ મનસુખભાઈ ભાલોડી અને વાંકાનેર તાલુકાના પીપળિયા ગામના જયસુખ સુંદરજીભાઈ ફેફર નામના બન્ને શખ્સોને ઝડપી લેવાયા હતાં.
બન્ને પાસે આ રકમ અંગે ખુલ્લાસાઓ માગતા તેઓ આપી શક્યા ન હતા કે પછી કોઈ આધારપુરાવો રજૂ કરી શક્યા ન હતાં. પેઢી હેઠળ બન્ને શખ્સો વેપારીઓને ખેત પેદાશો એટલે કે, જણસો વહેંચતા હતા અને તે પેટે માલથી ડબલ મોટા બીલો બનાવી તે નાણા તેમના ખાતામાં મેળવી બાદમાં અડધી રકમ તેનું કમીશન કાપીને પરત વેપારીને કરી દેતા હતાં. આમ બન્ને શખ્સો એક લાખ પેટે 550 રૂપિયાનું કમિશનર મેળવતા હતાં અને છળ કપટથી સરકાર સાથે ટેક્સની ચોરી આચરતા હતાં.