ભંગાણ@મહેસાણા: ઠાકોર સેના પ્રમુખ સસ્પેન્ડ , અલ્પેશ વિરુદ્ધ રામાજીનો જંગ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા ઠાકોર સેનામાં ભંગાણની વાતો ખુલીને બહાર આવી છે. વિસનગરમાં મળેલી સભામાં ધારાસભ્ય ભરત ઠાકોરે સંગઠનના જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કર્યા છે. તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ થયા બાદ રામાજી ઠાકોરે તાત્કાલિક અસરથી પોતાના સમર્થકોની મિટિંગ બોલાવી અલ્પેશ વિરુદ્ધ જંગ છેડવાનું નક્કી કર્યું છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં થયેલી વિવિધ રાજરમતોની અસર સામે
 
ભંગાણ@મહેસાણા: ઠાકોર સેના પ્રમુખ સસ્પેન્ડ , અલ્પેશ વિરુદ્ધ રામાજીનો જંગ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા ઠાકોર સેનામાં ભંગાણની વાતો ખુલીને બહાર આવી છે. વિસનગરમાં મળેલી સભામાં ધારાસભ્ય ભરત ઠાકોરે સંગઠનના જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કર્યા છે. તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ થયા બાદ રામાજી ઠાકોરે તાત્કાલિક અસરથી પોતાના સમર્થકોની મિટિંગ બોલાવી અલ્પેશ વિરુદ્ધ જંગ છેડવાનું નક્કી કર્યું છે.

વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં થયેલી વિવિધ રાજરમતોની અસર સામે આવી રહી છે. અલ્પેશ ઠાકોર અને સંગઠનના હોદ્દેદારો વચ્ચેનો ટકરાવ બહાર આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અલ્પેશની નિતીથી નારાજ મહેસાણા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ રામાજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વિસનગરમાં મળેલી સંગઠનની બેઠકમાં ધારાસભ્ય ભરત ઠાકોરે રામાજીને તમામ હોદ્દા પરથી દૂર કર્યા છે. આ તરફ રામાજીએ તાત્કાલિક મહેસાણા નજીક તળેટી ખાતે સમર્થકોની મિટિંગ બોલાવી અલ્પેશને ખુલો પાડવા દોડધામ શરૂ કરી છે.

સસ્પેન્ડ પહેલાં છેડો ફાડી નાખ્યો છે- રામાજી ઠાકોર

સમગ્ર મામલે રામાજી ઠાકોરે જણાવ્યું હતું કે, સસ્પેન્ડ કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે અલ્પેશ ઠાકોરથી ક્યારનોય છેડો ફાડી નવી શરૂઆત કરી દીધી છે. આગામી ટૂંક સમયમાં અલ્પેશ ઠાકોર પાસેથી સંગઠનની કામગીરીનો હિસાબ માંગવામાં આવશે.