મંદિરમાં વપરાતા ફૂલોમાંથી ખાતર અને અગરબત્તી બનાવી રહ્યા છે બે વિદ્યાથી

અટલ સમાચાર,ડેસ્ક અમદવાદમાં બે વિદ્યાર્થીએ મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને મસ્જિદમાં જમા થયેલા ફૂલના કચરામાંથી ખાતર અને અગરબત્તી બનાવવાની શરૂઆત કરી છે. ફૂલના કચરાને તળાવ અને નદીમાં ફેંકાતો અટકાવવા માટે અને કચરો વધતો રોકવા માટેના વિદ્યાર્થીઓના આ પ્રયાસની સરાહના થઈ રહી છે. આ ઉપરાંત ભગવાનની પૂજામાં વપરાતી અગરબત્તી પણ બનાવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે
 
મંદિરમાં વપરાતા ફૂલોમાંથી ખાતર અને અગરબત્તી બનાવી રહ્યા છે બે વિદ્યાથી

અટલ સમાચાર,ડેસ્ક

અમદવાદમાં બે વિદ્યાર્થીએ મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને મસ્જિદમાં જમા થયેલા ફૂલના કચરામાંથી ખાતર અને અગરબત્તી બનાવવાની શરૂઆત કરી છે.  ફૂલના કચરાને તળાવ અને નદીમાં ફેંકાતો અટકાવવા માટે અને કચરો વધતો રોકવા માટેના વિદ્યાર્થીઓના આ પ્રયાસની સરાહના થઈ રહી છે.

આ ઉપરાંત ભગવાનની પૂજામાં વપરાતી અગરબત્તી પણ બનાવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે ફૂલને પાણીમાં પધરાવાથી નદીઓ પ્રદૂષિત થાય છે. જો આ ફૂલના કચરાનો યોગ્ય ઉપયોગ કરીને કોઈ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે તો તે લોકોને કામ આવી શકે છે, અને કોઈ પ્રકારની ગંદકી પણ નહીં થાય.

આ બંને વિદ્યાર્થીઓનું નામ છે યશ ભટ્ટ અને અર્જુન ઠક્કર. બંને 22 વર્ષના છે અને જીટીયુમાંથી એન્જિનિયરિંગ કરી રહ્યા છે. તેઓ બુક્સ એન્ડ બ્લૂમ્સ પ્રોજેક્ટ દ્વારા મંદિરમાં વપરાતા ફૂલોમાંથી ખાતર અને અગરબત્તી-ધૂપ વગેરે બનાવી રહ્યા છે.

આ માટે તેમણે ઈનોવેશન પોલિસી એટલે કે SSIP અંતર્ગત કેમ્પસના પાછળના ભાગે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. બાદમાં આ વિદ્યાર્થીઓનું સ્ટાર્ટઅપ સારુ ચાલતા નગરપાલિકાએ ઓગ્સટ 2018થી તેમની સાથે MoU કર્યા છે. હવે આ બંને યુવાનોને 80 મંદિર સોંપવામાં આવ્યા છે અને અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડનમાં એક વાહન પણ આપવામાં આવ્યું છે.

દરરોજ આવે છે 1000 કિલો ફૂલ, બને છે 100 કિલો ખાતર. યશ ભટ્ટ અને અર્જુન ઠક્કરનું કહેવું છે કે ખાતર બનાવવા માટે ત્રણ મશીન વપરાય છે. થ્રેડર, માઈક્રોસ્કોપ અને સેવિંગ મશીનનો ઉપયોગ થાય છે. 30 દિવસની પ્રક્રિયા બાદ ખાતર તૈયાર થાય છે.  ખાસ કરીને ગલગોટા અને ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓને મળી રોજગારી, આ સ્ટાર્ટઅપમાં બે યુવાનોએ અન્ય 2 વિદ્યાર્થીઓને પણ રોજગારી આપી છે. આ યોજના અંતર્ગત 50 ટકા ખાતર નગરપાલિકાને ફ્રીમાં આપવામાં આવે છે. બાકીના 50 ટકા ખાતર વેચવામાં આવે છે.