આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા પાલિકા સ્વચ્છતા સામે ગંભીર નહિ હોવાની ખાત્રી કરાવતાં દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં રખડતાં ઢોર સામે લાચારી બાદ કચરા સામે લાલીયાવાડી બહાર આવી છે. દુષ્કાળમાં ઢોરને ઘાસચારો આપવાને બદલે કચરો ખાવા મજબૂર કરી રહી છે ખેડબ્રહ્મા પાલિકા ?  એવા સવાલો ઉભા થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્વચ્છતા ફોટા પૂરતી સિમિત બનતી જાય છે. શીતલચોકના પે એન્ડ યુઝ પાછળ, માર્કેટયાર્ડ પાસે કચરાના ઢગ સ્વચ્છ ભારત અભિયાનની જાણે આબરૂ લઈ રહ્યા છે. કચરાના ઢગલા જોઈ પાલિકા સામે ત્રણ આક્ષેપ સાથે સવાલો ઉભા થયા છે. કચરામાં પ્લાસ્ટિક અને તે ગાય ખાઇ રહી હોવાની તસવીરો આવી છે.

college danodarada

ગાય પ્લાસ્ટિકવાળો કચરો ખાય એટલે પાલિકા રખડતા ઢોર પકડવા નિષ્ફળ, પ્લાસ્ટિક મુક્ત શહેર નથી, જાહેરમાં કચરો એટલે સ્વચ્છતા સામે નિષ્ફળતા ? આ પ્રકારના સવાલોથી પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના વહીવટ સામે આશંકા વધી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code