ashwin coment on tim pain
ashwin file photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની અંતીમ ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં રમાઈ હતી. ભારતે મેચ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું હતું. ભારત માટે ઋષભ પંતે 89 રનની શાનદાર ઇનિંગ્સ ખેલી હતી. તેને ચોગ્ગો મારીને મેચ જીતાડી હતી. મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ગ્રાઉન્ડ પર જોરદાર સેલીબ્રેશન કર્યુ હતુ. ભારતીય ક્રીકેટ ટીમ સીરીઝ જીતી જવાથી ટ્વીટર ઉપર પણ # ટીમ ઇન્ડિયા હેશટેગ ટોપ ટ્રેંડિંગમાં પહોચી ગયો હતો. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેનની મજાક ઉડાવી કટાક્ષ કર્યો હતો.. તેણે ટિમ પેનની ટિપ્પણી પર ટ્વિટ કરીને ટિપ્પણી કરી છે. ટીમ પેઈને ત્રીજી ટેસ્ટ મેચરમાં જે ટીપ્પણી કરી હતી એની ઉપર કટાક્ષ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયન કેપ્ટન ટિમ પેને બેટિંગ કરી રહેલા અશ્વિનને કહ્યું હતું કે ગાબા ટેસ્ટ સુધી રાહ નહી જોઈ શકુ. અશ્વિને આ કોમેન્ટ ઉપર જવાબ આપ્યો છે. અશ્વિને ટ્વીટ કર્યું, ‘ગાબા તરફથી ગુડ ઈવનીંગ. માફ કરજો, મેં આ મેચ રમી નથી. પરંતુ યજમાની માટે અને જોરદાર મહેનત બદલ આભાર. અમે આ સિરીઝને આખી જીંદગી યાદ રાખીશું.

તમને જણાવી દઈએ કે, અશ્વિને ત્રીજી ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી અને મેચને હારતા બચાવી હતી. બેટિંગ કરતી વખતે ટિમ પેઈને અશ્વીનને કોમેન્ટ પાસ કરી હતી કે, ‘ગાબાની હવે કોઈ રાહ નથી જોઈયે. જેના જવાબમાં અશ્વિને કહ્યું હતુ કે, ‘ભારતમાં તમને મળવાની કોઈ રાહ નથી. કદાચ તે તમારી છેલ્લી શ્રેણી હશે. ્યાર બાદ ટિમ પેઈને કેટલાક કેચ પણ ગુમાવ્યાં હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code