ક્રીકેટ@દેશ: આઈપીએલ 2021માં ફ્રેન્ચાઈઝીઓ દ્વારા આ દિગ્ગજ ખેલાડીઓની બાદબાકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આવનારી ઈન્ડીયન પ્રીમિયર લીગ 2021 ની સીઝન માટે આગામી મહિનામાં હરાજી થવા જઈ રહી છે. જેથી આઈપીએલ ટીમના ફ્રેન્ચાઈઝીઓએ તેમને જાળવી રાખેલા ક્રીકેટરોના નામની યાદી બહાર પાડી હતી. જેમાં ઘણા સ્ટાર પ્લેયરોની બાદબાકી થઈ હોવાથી ક્રીકેટ ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ યાદીમાંથી સ્ટાર બોલરો તથા મેચ વિનર બેટ્સમેનો
 
ક્રીકેટ@દેશ: આઈપીએલ 2021માં ફ્રેન્ચાઈઝીઓ દ્વારા આ દિગ્ગજ ખેલાડીઓની બાદબાકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આવનારી ઈન્ડીયન પ્રીમિયર લીગ 2021 ની સીઝન માટે આગામી મહિનામાં હરાજી થવા જઈ રહી છે. જેથી આઈપીએલ ટીમના ફ્રેન્ચાઈઝીઓએ તેમને જાળવી રાખેલા ક્રીકેટરોના નામની યાદી બહાર પાડી હતી. જેમાં ઘણા સ્ટાર પ્લેયરોની બાદબાકી થઈ હોવાથી ક્રીકેટ ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ યાદીમાંથી સ્ટાર બોલરો તથા મેચ વિનર બેટ્સમેનો નો સમાવેશ નહી કરાતા ચાહકો ચોંકી ઉઠ્યા હતા. આવો જાણીયે કયા દિગ્ગજ પ્લેયરોને બહારનો રસ્તો બતાવવમાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોતાની તીક્ષ્ણ બોલિંગથી ચાહકોને આકર્ષનાર મલિંગા 2009 થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલ હતો. તેને પણ ટીમે બાय બાय કરી દીધુ છે. દિલ્હી કેપીટલનો જેસોન રોયનને 1.50 કરોડમાં ખરીદ્યો હતો પરંતુ ગત સીઝનમાં સારૂ પ્રદર્શન નહી આપી શકતા ટીમે બહારનો રસ્તો બતાવ્યો છે. હરભજન સિંઘ ચેન્નાઈની ટીમ સાથે જોડાયેલ હતો. જેને આઈપીએલમાં સૌથી વધારે 1249 ડોટ બોલ નાખ્યા છે. હરભજનની પસંદગી નહી થતાં ચાહકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

આરસીબીનો વિસ્ફોટક બેટ્સમેન એરોન ફિન્ચને પણ તેની ટીમે લીસ્ટમાં નથી રાખ્યો. ગત સીઝનમાં તેનો ભાવ 4.40 કરોડ રૂપીયામાં હતો. આ સીવાય પંજાબના મુજીબુર રેહમાન,આરસીબીના ક્રીસ મોરીસ. રાજેસ્થાન રોયલના કેપ્ટન સ્ટીવ સ્મીથ, પંજાબના સ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ, પંજાબના જ શેલ્ડન કોટ્રેલ, ચેન્નાઈના કેદાર જાધવ,મુરલી વિજય,પીયુષ ચાવલા તથા શેન વોટસન ને ટીમમાંથી બહાર કઢાતા ક્રીકેટ ચાહકો હેરાની મુદ્રામાં આવી ગયા હતા.