ક્રિક્રેટઃ ભારતે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવી જીત હાસલ કરી

અટલ સમાચાર, ડેસ્ક ભારતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ખાતેની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ આ સાથે ગ્રાઉન્ડ પર પોતાની પ્રથમ જીત મેળવી હતી. ખંઢેરીમાં ચેઝ કરનાર ટીમનો હારવાનો ક્રમ જારી રહ્યો છે. આ પહેલાની બંને વનડેમાં ભારતે 2013માં ઇંગ્લેન્ડ સામે 9 રને અને 2015માં દ.આફ્રિકા સામે 18 રને હારનો સામનો કર્યો હતો.
 
ક્રિક્રેટઃ ભારતે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવી જીત હાસલ કરી

અટલ સમાચાર, ડેસ્ક

ભારતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ખાતેની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ આ સાથે ગ્રાઉન્ડ પર પોતાની પ્રથમ જીત મેળવી હતી. ખંઢેરીમાં ચેઝ કરનાર ટીમનો હારવાનો ક્રમ જારી રહ્યો છે. આ પહેલાની બંને વનડેમાં ભારતે 2013માં ઇંગ્લેન્ડ સામે 9 રને અને 2015માં દ.આફ્રિકા સામે 18 રને હારનો સામનો કર્યો હતો.

341 રનનો પીછો કરતા કાંગારું 49.1 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ હતું. રનચેઝમાં સ્ટીવ સ્મિથે શાનદાર બેટિંગ કરતા 102 બોલમાં 9 ફોર અને 1 સિક્સની મદદથી 98 રન કર્યા હતા. જોકે તેને સામે છેડેથી ટેકો મળ્યો નહોતો. ભારત માટે મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ, નવદીપ સૈની, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. ત્રણ વનડે સીરિઝ 1-1ની બરાબરી પર છે. ત્રીજી વનડે રવિવારે બેંગ્લુરુમાં રમાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાંડેએ કવર-પોઇન્ટ પર એક હાથે કેચ પકડીને વોર્નરને આઉટ કર્યો: ગઈ મેચમાં અણનમ 128 રનની ઇનિંગ્સ રમનાર ઓપનર ડેવિડ વોર્નર આજે પણ સારી લયમાં જણાતો હતો. તેણે 11 બોલમાં બે ફોરની મદદથી 15 રન કર્યા હતા અને બોલને સારી રીતે ટાઈમ કરી રહ્યો હતો. તે મોહમ્મદ શમીના એક વાઈડ બોલમાં ઓફ સાઈડ મોટો શોટ રમવા ગયો હતો. વોર્નરે એકમાત્ર ભૂલ એ કરી કે બોલ મનીષ પાંડેની નજીક માર્યો. પાંડેએ કવર પોઇન્ટ પર જમ્પ કરીને એક હાથે અદભુત કેચ પકડ્યો હતો.