આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે નવ તાલુકા અને જિલ્લા પંચાયતની એક સહિતની કુલ 10 ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં શનિવાર અને રવિવારના રોજ ચાલું છે. જે શિક્ષકો માટે આકર્ષણની સાથે સાથે ઉત્સાહનું કેન્દ્ર બની રહયું છે. ટુર્નામેન્ટમાં શિક્ષકો ઉત્સાહથી જોડાયા હતાં. જેમાં રવિવારે ચાણસ્મા ઈલેવન અને સાંતલપુર ઈલેવન વચ્ચેની મેચમાં સાંતલપુરની ટીમ વિજેતા થઇ અને શિક્ષક અશોકભાઈ મેન ઓફ ધ મેચ થયા બન્યા હતા. તથા સમી ઈલેવન સામે પાટણ ઈલેવનની હાર થઇ હતી. સાથે સમીના શિક્ષક રાજુ સાધુ મેન ઓફ ધ મેચ થયા હતા.

તમામ શિક્ષકોએ ઉત્સાહભેર અને ખેલદિલીથી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ખૂબ જ હર્ષ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે બંને મેચ પૂર્ણ થઈ હતી. ટુર્નામેન્ટના આયોજક સરસ્વતી બીઆરસી કો.ઓર્ડીનેટર રતાજી ઠાકોરે તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સૌ શિક્ષક મિત્રોના સાથ સહકારથી જ આ કાર્યક્રમ વધું સફળ બની રહ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code