ક્રાઇમઃ ધંધો ઠપ્પ થતાં 2 સખીઓએ કારના હપ્તા ભરવા, દારૂનો વેપાર ચાલુ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક જામનગર અને અમદાવાદની બે યુવતીઓએ આર્થિક સંકડામણમાંથી બહાર આવવાનો શોર્ટકટ શોધતા વલસાડ પોલીસનાં હાથે ઝડપાઇ છે. બે બહેનપણીઓ બોલેનો કારમાં 31 હજારનો દારૂની 216 બોટલો ભરીને મહારાષ્ટ્રથી અમદાવાદ લઇ જઇ રહી હતી. આ દરમિયાન વલસાડ પોલીસે બાતમીનાં આધારે બંન્નેની અટકાયત કરી હતી. કોરોના કાળમાં ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થઇ જતા કારના બેંકના હપ્તા
 
ક્રાઇમઃ ધંધો ઠપ્પ થતાં 2 સખીઓએ કારના હપ્તા ભરવા, દારૂનો વેપાર ચાલુ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

જામનગર અને અમદાવાદની બે યુવતીઓએ આર્થિક સંકડામણમાંથી બહાર આવવાનો શોર્ટકટ શોધતા વલસાડ પોલીસનાં હાથે ઝડપાઇ છે. બે બહેનપણીઓ બોલેનો કારમાં 31 હજારનો દારૂની 216 બોટલો ભરીને મહારાષ્ટ્રથી અમદાવાદ લઇ જઇ રહી હતી. આ દરમિયાન વલસાડ પોલીસે બાતમીનાં આધારે બંન્નેની અટકાયત કરી હતી. કોરોના કાળમાં ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થઇ જતા કારના બેંકના હપ્તા અને અન્ય ખર્ચને પહોંચી વળવા બે સખીઓએ મળીને મહારાષ્ટ્રથી દારૂ લઇને અમદાવાદ વેચવાનું નક્કી કર્યું હતું. જોકે, મહારાષ્ટ્રથી દારૂની ખેપ લઈને અમદાવાદ પહોંચે તે પહેલાં જ ગુજરાતમાં પ્રવેશતા વલસાડ પોલીસે બંનેને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસે ઝડપેલી કારમાં ભરેલી 216 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત 31,200 રૂપિયા જેટલી થાય છે. આથી બન્ને યુવતીઓને અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પૂછપરછ દરમિયાન આ યુવતીઓએ કબૂલ્યું હતું કે, તેઓ ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલી હતી. પરંતુ કોરોનાના કારણે ફોટોગ્રાફીનો ધંધો ઠપ થઇ ગયો હતો આથી પરિવાર આર્થિક સંકડામણમાં મુકાઇ ગયો હતો અને કારના હપ્તા ભરવાના અને ઘર ચલાવવા માટે ખેંચ અનુભવી રહી હતા. જેથી બંને યુવતીઓએ સાથે મળી અને શોર્ટકટમાં પૈસા કમાવાનું વિચાર્યું.

આ યુવતીઓએ પ્લાનિંગ કરી મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂ લાવી અને અમદાવાદમાં સપ્લાય કરવાનું નક્કી કર્યું. મહારાષ્ટ્ર પાલઘરમાંથી બજારમાં એક વાઇન શોપમાંથી દારૂનો મોટો જથ્થો ખરીદ્યો હતો અને ત્યારબાદ તેને કારમાં લઈ અને અમદાવાદ તરફ આવી રહી હતી. તે વખતે જ વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે આ બંને યુવતીઓ વલસાડના અતુલ નજીકથી ઝડપાઈ ગઈ હતી. આમ ફોટોગ્રાફીનો ધંધો ઠપ થઈ જતા દારૂની ખેપ મારવાની શરૂઆત તો કરી હતી પરંતુ ખેપ મારતા પહેલી જ વારમાં પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી.