આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદમાં પાડોશી વિકૃત યુવકે યુવતિનો વિડીયો ઉતારતા ફરીયાદ નોંધાઇ છે. કચરો વાળતી વખતે યુવતિના શરીરના અમુક ભાગ દેખાતા યુવક વિડીયો ઉતારતો હતો. આ દરમ્યાન યુવતિને તેના પિતાને વાત કરતા તેમને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ ફરીથી સાંજે પણ યુવકે વિડીયો ઉતારવાનો પ્રયાસ કરતા યુવતિએ વિકૃત મગજના યુવક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના જીવરાજપાર્કમાં રહેતી 23 વર્ષીય યુવતી કૉલેજમાં અભ્યાસ કરે છે. ગઈકાલે “જનતા કર્ફ્યૂ” દરમિયાન તે પોતાના ઘરે હતી. ત્યારે શોર્ટ અને ટી-શર્ટ પહેરીને તે કચરા-પોતા કરતી હતી. આ સમયે આરોપી ઊપરના માળે ઉભો હતો. યુવતીને લાગ્યું હતું કે આરોપી કંઈક શંકાસ્પદ વર્તણૂક કરી રહ્યો છે. આથી યુવતીએ આ મામલે તેના પિતાને વાત કરી હતી. જે બાદમાં પિતાએ સમજાવટથી મામલો પતાવવાની વાત કરી હતી. જોકે, સાંજે પણ પાડોશી મોબાઈલ સાથે ગેલેરીમાં ઉભા રહીને કંઈક કરી રહ્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુવતીના પાડોશમાં રહેતા શખ્સે ગેલેરીમાં ઉભા રહીને યુવતીના આંતરિક ભાગો દેખાતો હોવાનો વીડિયો ઉતારતા બબાલ થઈ હતી. આ વાત બાદ યુવતી તેના પાડોશીના ઘરે ગઈ હતી, જ્યાં બબાલ થઈ હતી. આ મામલે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code