ક્રાઇમ@અમદાવાદ: GTUની પરીક્ષા બાદ ડેટા લીક કરનાર આરોપી ઝડપાયો

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો ડેટા હેક થતાં જ ખળભળાટ મચી ગયો હતો. જો કે એક સાથે વિદ્યાર્થીઓનો ડેટા હેક થતાં જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને આરોપી ને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જેમાં પોલીસ ને સફળતા મળતા જૂનાગઢથી એક આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે જૂનાગઢ થી મોહિત ઉર્ફે મોન્ટુ ચોથાણીની
 
ક્રાઇમ@અમદાવાદ: GTUની પરીક્ષા બાદ ડેટા લીક કરનાર આરોપી ઝડપાયો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો ડેટા હેક થતાં જ ખળભળાટ મચી ગયો હતો. જો કે એક સાથે વિદ્યાર્થીઓનો ડેટા હેક થતાં જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને આરોપી ને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જેમાં પોલીસ ને સફળતા મળતા જૂનાગઢથી એક આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે જૂનાગઢ થી મોહિત ઉર્ફે મોન્ટુ ચોથાણીની ધરપકડ કરી પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત ટેકનોલોજિકલ યૂનિવર્સિટી GTU સંલગ્ન સંસ્થાઓમાં છેલ્લા સેમેસ્ટરની પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 મી જુલાઇના દિવસે 1275 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો કે 30મી જુલાઇએ GTUનાં કેટલાક વિદ્યાર્થીઓનાં ફોટોગ્રાફ અને આઈ ડી પ્રૂફનો ડેટા લીક થયો હોવાની માહિતી મળતા જ રજીસ્ટર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સાયબર ક્રાઇમ સહિતની કલમો ઉમેરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને તપાસના અંતે ચોંકાવનારી બાબતો જાણવા મળી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે તપાસના અંતે આ કેસમાં આરોપી મોહિત ઉર્ફે મોન્ટુની જૂનાગઢથી ધરપકડ કરી હતી. આરોપી મોન્ટુ આર સી ટેકનિકલમાં આઇ.ટી. ના સેમેસ્ટર 6માં અભ્યાસ કરે છે. હાલમાં જે રીતે કોરોના ની મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડ લાઈનનો ચુસ્ત પણે અમલ થાય તે માટે તમામ પ્રકાર ની પરિક્ષા રદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. છતાં પણ GTU દ્વારા પરિક્ષા લેવાનુ નક્કી કરવામાં આવતા આરોપીએ ડેટા હેક કરી અન્ય કેટલીક વેબસાઈટ પર પણ આ ડેટા અપલોડ કરી દીધો હતો. હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે