ક્રાઇમ@અમદાવાદ: 7 વર્ષની બાળકી પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ, ગળું દબાવી મારી નાંખવાનો પણ પ્રયાસ કર્યો

 
ક્રાઇમ
બાળકીની બૂમો લોકોને સંભળાઈ જતાં લોકો ભેગા થઈ ગયાં હતાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ફરી એકવાર માણસાઈને શરમાવતી ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં 7 વર્ષની બાળકી પર પાડોશી દ્વારા ધાબા પર બોલાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ સિવાય બાળકીનું ગળુ દબાવી હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકીની બૂમો આસપાસના લોકોને સંભળાઈ જતાં લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોને આવતા જોઈ આરોપી છાનામાના ઘરમાં જઈને સૂઈ જતાં બાળકીનો જીવ બચી ગયો.

અમદાવાદ નિકોલ વિસ્તારમાં પાડોશી 7 વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો હતો. જ્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના વિશે બાળકી કોઈને જાણ કરે તે પહેલાં તેનું ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો. બાળકીએ બૂમો પાડતા આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ જતાં આરોપી ઘરમાં જઈને સૂઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં લોકોએ બાળકીને સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપી દીધી તેમજ આરોપીને માર મારી પોલીસને સોંપી દીધો હતો.માહિતી મુજબ આરોપીની ઓળખ અશોક રાજપૂત તરીકે થઈ છે. બાળકીને એકલી જોતા તેણે રમાડવાના બહાને દુષ્કર્મ આચરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.