ક્રાઇમ@અમદાવાદ: પુત્રએ જ પોતાની સગી જનેતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર

 
ક્રાઇમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં એક બાદ એક હત્યાના બનાવ સામે આવતા સમગ્ર શહેર સ્તબ્ધ થઈ ગયું છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો કૃષ્ણધામ ઔડાના મકાનો પાસે બન્યો છે. જ્યાં લોહીના સંબંધો લજવાયા છે. એક કળિયુગી પુત્રએ જ પોતાની સગી જનેતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.કૃષ્ણધામ ઔડાના મકાનો પાસે મકાનના વિવાદને લઈ માતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડાએ એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ઉશ્કેરાયેલા પુત્રએ લાકડાના ફટકા મારી પોતાની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મકાનનો વિવાદ આ હત્યા પાછળનું મુખ્ય કારણ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી છે અને તેની સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં પણ નજીવી બાબતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગોતા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે કાર ચાલકને બાઇક ચાલક સાથે અકસ્માત થતા થયા બાદ આ હત્યાનો બનાવ બન્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.