ગુનો@અમદાવાદ: નશામાં ધૂત પોલીસ જવાને બાઈક પર કાર ચડાવી દેતા હડકંપ મચ્યો, બાળક સહિત ત્રણ સભ્યોનો પરિવાર બન્યો લોહીલોહાણ

 
Akasmat

કાયદાનું રક્ષણ અને પ્રજાની સુરક્ષાની જવાબદારી જેના સીરે છે એ અમદાવાદ પોલીસ ચર્ચામાં આવી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં વાસણામાં ખોડીયાર નગરપાસે આ ઘટના બની છે. આ પોલીસ જવાન નશામાં એટલો ધૂત હતો કે તેણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. અને બાળક સહિત ત્રણ જણા પર કાર ચડાવી દીધી હતી. અકસ્માત કરનાર ચાલકની કારમાંથી પોલીસની પ્લેટ મળી આવી છે. અકસ્માત કર્યા બાદ તે નાસી છુટ્યો હતો.

આ પહેલા પણ આનંદનગર વિસ્તારમાં નશાની હાલતમાં પોલીસકર્મી જોવા મળ્યો હતો કાર સાઇડમાં પાર્ક કરી આ પોલીસકર્મી નશાની હાલતમાં ઊંઘતો જોવા મળ્યો હતો. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં પોલીસકર્મી સફેદ કલરની ગાડીમાં દારૂની બોટલ સાથે ઊંઘતો ઝડપાયો હતો. ગાડીમાં આગળ પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. થોડા સમય અગાઉ પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો જેમાં એરપોર્ટ પરથી ઘરે જઇ રહેલા પરિવારને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને કોર્ટ સુધી પહોચ્યો હતો. ત્યાર બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.