ક્રાઇમ@અંકલેશ્વર: પીરામણ ગામ નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર

 
ક્રાઇમ

જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીકથી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કારમાં યુવક રહસ્યમય હાલતમાં દેખાતા સ્થાનિકો કાર પાસે પહોંચ્યા હતા. યુવકને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

માહિતી અનુસાર, 28 વર્ષીય મૃતક મતીન મુલ્લા સુરતી ભાગોળ નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો હતો. અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક એક કારમાંથી તેનો મૃતદેહ રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિકોને કારમાં મતીન રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિકો બેભાન અવસ્થામાં મતીનને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. મતીનના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મતીનનું મોત કયા કારણોસર થયું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.