ક્રાઇમ@બનાસકાંઠા: વાવ થરાદમાં નાના ભાઈએ હથિયારના ઘા ઝીંકી કરી મોટા ભાઈની હત્યા, કારણ અકબંધ

 
ઘટના
સગા ભાઈની હત્યા કરતા ગામમાં શોકનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠાના વાવ થરાદમાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી છે અને હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. હત્યા પાછળનું કારણ અકબંધ છે, અને હત્યારા અમરત પ્રજાપતિને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે. પરિજનોનું અનુમાન છે કે, બે ભાઈઓ વચ્ચે મનદુખમાં આ હત્યા થઈ હોઈ શકે છે. વાવ તાલુકાના ભાટવર ગામે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી હોવાની વાત સામે આવી છે અને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોટા ભાઇની હત્યા કરવામાં આવી છે, હત્યાનું કારણ અકબંધ છે અને હત્યારા ભાઈને શોધવા પોલીસ પણ ધંધે લાગી છે.

પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે, એક ભાઈએ સગા ભાઈની હત્યા કરતા ગામમાં પણ શોકનો માહોલ છે. નાના ભાઈએ મોટા ભાઈની કરી કરપીણ હત્યા કરી છે. મૃતક વિક્રમ પ્રજાપતિના મૃતદેહને પીએમ અર્થે વાવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, વાવ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. પરિજનો પણ આ હત્યાને લઈ કઈ કહેવા માટે તૈયાર નથી કે શા માટે હત્યા કરવામાં આવી, જમીન વિવાદ અને ઘરને લગતી બાબતોને લઈ હત્યા થઈ હોવાનું અનુમાન પોલીસને છે.