ક્રાઇમ@ભરૂચ: રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 2 ઇસમ ઝબ્બે, ડોક્ટર ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભરૂચમાં અછત વચ્ચે રેમડેસિવિરની કાળાબજારી પકડાઇ છે. કારમાંથી રૂ. 1.77 લાખ રોકડા, 9 ઇન્જેક્શન સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 2 દલાલોને ઝડપી પાડ્યા છે. ભરૂચ LCB એ ઇન્જેક્શનોની કાળાબજારી કરતા તત્વોને ઝડપી કાળા બજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફરાર ડોક્ટરને ઝબ્બે કરવાની કવાયત સાથે મેડિકલ માફિયાઓ પાસે ઇન્જેક્શન ક્યાંથી
 
ક્રાઇમ@ભરૂચ: રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 2 ઇસમ ઝબ્બે, ડોક્ટર ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચમાં અછત વચ્ચે રેમડેસિવિરની કાળાબજારી પકડાઇ છે. કારમાંથી રૂ. 1.77 લાખ રોકડા, 9 ઇન્જેક્શન સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 2 દલાલોને ઝડપી પાડ્યા છે. ભરૂચ LCB એ ઇન્જેક્શનોની કાળાબજારી કરતા તત્વોને ઝડપી કાળા બજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફરાર ડોક્ટરને ઝબ્બે કરવાની કવાયત સાથે મેડિકલ માફિયાઓ પાસે ઇન્જેક્શન ક્યાંથી લાવતા અને અન્યની સંડોવણીની તપાસ પણ પોલીસે શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરૂચ LCBએ હાથ ધરેલા ઓપરેશનમાં અંકલેશ્વરથી કારમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો વેપલો કરવા નીકળેલા 2 આઓપીઓને LCB એ 9 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પકડી લીધા છે. જોકે આ કાળા બજારીમાં સંડોવાયેલ ડો. સિદ્ધાર્થ મહિડા ફરાર થઈ ગયો છે. કોરોનાના વધતા કેસો અને મૃત્યુ વચ્ચે સ્વજનોના જીવ બચાવવાની આશને લઇ લોકો રેમડેસિવિર ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે. ત્યારે સરકાર સસ્તા ભાવે ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચી તેવા પ્રયત્નો પર કાળા બજારીયા પાણી ફેરવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હાલ રેમડેસિવિર ઈન્જેકશના સંગ્રહ રાખવા પર મનાઈ છે. પોલીસે ગોઠેલા છટકામાં કારમાં રાઘવેન્દ્રસિંગ અને ઋષાંક નામના 2 યુવાનો તેમની પાસે પહોંચ્યા હતા. બંન્નેની અટકાયત કરી ઝડતી લેવામાં આવતા રેમડેસિવિરના 2 અલગ-અલગ કંપનીઓના 9 ઇન્જેક્શન મળી આવ્યા હતા. પૂછપરછ બાદ આ બંને સાથે ડો સિદ્ધાર્થ મહીડાની પણ સંડોવણી બહાર આવી છે. અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી LCBએ આ ટોળકી ઇન્જકેશન ક્યાંથી અને કેવી રીતે મેળવી કાળા બજાર કરી રહી હતી. તેમજ આ વેપલામાં કોણ કોણ જોડાયેલું છે તેની તપાસ હાથ ધરી છે.