ગુનો@બોટાદ: બે રાજકીય નેતાઓ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ, એકની ધરપકડ, બીજાએ ઝેરી દવા પીધી

 
બોટાદ

પોલીસે દુષ્કર્મી કોંગ્રેસ નેતા મકસુદ શાહની ધરપકડ કરી છે

​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

બોટાદની મહિલાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં બે નેતાઓ વિરૃદ્ધ રેપનો કેસ દાખલ કર્યો છે. પીડિતાનો આરોપ છે કે રાણપુર કઠીયા ઘાંચી સમાજના પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના નેતા અનીસ માકડ અને બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા ઉપપ્રમુખના પતિ અને કોંગ્રેસના પીઢ નેતા મકસુદભાઈ શાહે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બોટાદમાં રહેતી આ પરિણીતાને થોડા સમય પહેલા તેના પતિ સાથે ઝઘડો થતાં અહીંના જ શબિર નામના વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરીને તેની સાથે રહેતી હતી.

 

મહિલાને પહેલા પતિથી બે બાળકો છે જે તેના પિતા સાથે રહેતા હતા અને તેને પાછા લાવવા તેણે અનીસ માકડનો સંપર્ક સાધ્યો હતો. અને આ સમય દરમિયા માકડે તેને બાળકો પાછા લાવવાની ધરપત આપી હતી પરંતુ બદલામાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. શરીર સંબંધ બાંધ્યાં બાદ બાળકો પાછા નથી આવવાના કહીને અનીસ માકડ મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી.

 

આ સમગ્ર મામલો કોંગ્રેસ નેતા મકસુદભાઈ શાહ પાસે પહોચ્યો હતો, શાહે પણ તેને સાથ ન આપ્યો અને આરોપીના પક્ષમાં વાત કરતાં તેને કહ્યું કે તારે અનીસ માકડ કહે તેમજ કરવાનું છે અને જો કોઈને કહીશ તો મારી નાખવામાં આવશે. મહિલાની ફરિયાદને આધારે રાણપુર પોલીસે અનીશભાઈ માંકડ અને મકસુદભાઈ શાહ વિરૂધ્ધ કલમ 376, 506-2,114 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે દુષ્કર્મી કોંગ્રેસ નેતા મકસુદ શાહની ધરપકડ કરી છે પરંતુ ધરપકડની બીકે આપ નેતાએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે દાખલ કરાયો છે. અને હાલમાં પોલીસની તેના પર નજર છે.