ક્રાઇમ@બાયડ: રહેણાંક મકાનમાંથી તસ્કરો દાગીના સહિત 4.84 લાખની ચોરી કરી ફરાર

અટલ સમાચાર, બાયડ કોરોના મહામારી વચ્ચે બાયડ તાલુકાના ગામે ઘરમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત કુલ 4.84 લાખની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. ગત તા. 4 ઓક્ટોબરના રોજ પરિવાર દવાખાને અમદાવાદ ગયા બાદ આજે સવારે પાડોશીએ ઘરનો દરવાજો ખુલ્લો જોતાં ફરીયાદીને ચોરી થયાની જાણ કરી હતી. જેથી પરિવાર તાત્કાલિક ઘરે આવી જોતાં દાગીના
 
ક્રાઇમ@બાયડ: રહેણાંક મકાનમાંથી તસ્કરો દાગીના સહિત 4.84 લાખની ચોરી કરી ફરાર

અટલ સમાચાર, બાયડ

કોરોના મહામારી વચ્ચે બાયડ તાલુકાના ગામે ઘરમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત કુલ 4.84 લાખની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. ગત તા. 4 ઓક્ટોબરના રોજ પરિવાર દવાખાને અમદાવાદ ગયા બાદ આજે સવારે પાડોશીએ ઘરનો દરવાજો ખુલ્લો જોતાં ફરીયાદીને ચોરી થયાની જાણ કરી હતી. જેથી પરિવાર તાત્કાલિક ઘરે આવી જોતાં દાગીના સહિત કુલ 4.84 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યુ હતુ. આ તરફ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ બાયડ પોલીસ મથકે ફરીયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના લક્ષ્મીપુરા(દેસાઇપુરા)માં રહેતાં પીયુશકુમાર પટેલના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. ગત તા. 4 ઓક્ટોબરના રોજ પિયુષભાઇના પિતાની તબિયત બગડતાં તેઓ અમદાવાદ ગયા હતા. જ્યાં તેમને દાખલ કરતાં છેલ્લા અઠવાડીયાથી તેઓ અમદાવાદ જ રહેતાં રહેતાં હતા. આ દરમ્યાન આજે સવારે સાડા છ વાગ્યે પાડોશીએ તેમના ઘરના પાછળના ભાગનો દરવાનો ખુલ્લો જોતાં ચોરીની આશંકા હોઇ પીયુશભાઇને જાણ કરી હતી.

ક્રાઇમ@બાયડ: રહેણાંક મકાનમાંથી તસ્કરો દાગીના સહિત 4.84 લાખની ચોરી કરી ફરાર
File Photo

આ દરમ્યાન પિયુશભાઇ પટેલ પરિવાર સાથે ઘરે આવી તપાસ કરતાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. અજાણ્યા ચોર ઇસમો ગત તા.4 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધીના કોઇપણ સમયે ઘરના પાછલા ભાગે રસોડાની જારી તોડી અજાણ્યા ઇસમોએ પ્રવેશ કર્યો હતો. જે બાદમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ કિ.રૂ. 4,84,500નો મુદ્દામાલ ચોરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જેને લઇ બાયડ પોલીસે અજાણ્યા ઇસમો સામે આઇપીસીની કલમ 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.