ક્રાઇમ@ડીસા: પશુને ક્રૃરતાપુર્વક ભરીને જતી કાર ઝડપાઇ, ફરાર ચાલક સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા પંથકમાં કારમાં પાછળની સાઇડમાં બેસાડી કતલખાને લઇ જવાતાં પશુને જેસીબી ડ્રાઇવરે બચાવ્યુ છે. ગઇકાલે ચોક્કસ વિગતો હોઇ જેસીબીના ડ્રાઇવરએ ધાનેરા તરફથી આવતી ગાડીઓ પર નજર રાખી હતી. આ દરમ્યાન એક સિલ્વર કલરની કાર આવતાં તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે કારચાલકે ગાડી મારી મુકી ચૌધરી ઢાબા નજીક મુકી ચાલક
 
ક્રાઇમ@ડીસા: પશુને ક્રૃરતાપુર્વક ભરીને જતી કાર ઝડપાઇ, ફરાર ચાલક સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા પંથકમાં કારમાં પાછળની સાઇડમાં બેસાડી કતલખાને લઇ જવાતાં પશુને જેસીબી ડ્રાઇવરે બચાવ્યુ છે. ગઇકાલે ચોક્કસ વિગતો હોઇ જેસીબીના ડ્રાઇવરએ ધાનેરા તરફથી આવતી ગાડીઓ પર નજર રાખી હતી. આ દરમ્યાન એક સિલ્વર કલરની કાર આવતાં તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે કારચાલકે ગાડી મારી મુકી ચૌધરી ઢાબા નજીક મુકી ચાલક ફરાર થઇ ગયો હતો. જે બાદમાં કારમાં તપાસ કરતાં એક જીવીત પશુ પાડો મળી આવ્યો હતો. જેને લઇ ફરીયાદીએ ફરાર કારચાલક સામે ગુનો નોંધાવતાં ડીસા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ક્રાઇમ@ડીસા: પશુને ક્રૃરતાપુર્વક ભરીને જતી કાર ઝડપાઇ, ફરાર ચાલક સામે ફરીયાદ

બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાં પશુને કતલખાને લઇ જાય તે પહેલાં જ કારને ઝડપી લેવાઇ છે. ડીસા તાલુકાના ભોંયણ ગોકુળનગરના ભરતભાઇ વણઝારા જેસીબી ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ચોક્કસ વિગતો મળી હતી કે, એક સિલ્વર કલરની વેગેનાર કારમાં પાછળની સીટો પર એક પાડો બેસાડેલ છે. જે આધારે તેઓએ ડીસા ચાર રસ્તાથી ધાનેરા રોડ તરફ મોટર સાયકલ પર તપાસ શરૂ કરી હતી.

ક્રાઇમ@ડીસા: પશુને ક્રૃરતાપુર્વક ભરીને જતી કાર ઝડપાઇ, ફરાર ચાલક સામે ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તપાસ દરમ્યાન ફરીયાદીને બાતમીવાળી કાર દેખાતાં તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે કાર ભગાવી મુકી ચૌધરી ઢાબા હોટલ નજીક મુકી ચાલક ફરાર થઇ ગયો હતો. જેમાં તપાસ કરતાં એક પાડાને ક્રુરતાપુર્વક ગાડીમાં ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખેલ ન હતી. જેને લઇ ભરતભાઇએ ફરાર કારચાલક સામે ડીસા ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 279, મોટર વાહન અધિનિયમ કલમ 184, 177, 134 અને પશુઓ પ્રત્યે ક્રૃરતા પ્રતિબંધ અધિનિયમ કલમ 11(1)(a), 11(1)(d), 11(1)(e), 11(1)(h). 11(1)(k) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ@ડીસા: પશુને ક્રૃરતાપુર્વક ભરીને જતી કાર ઝડપાઇ, ફરાર ચાલક સામે ફરીયાદ