ક્રાઇમ@ધનસુરા: ક્વોરીમાંથી કર્મચારીએ ઇસમ સાથે મળી 30 ટન કપચીની ચોરી કરી, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ધનસુરા ધનસુરા તાલુકાના ગામે ક્વોરીમાંથી માલિકની જાણ બહાર કર્મચારી અને મળતિયાઓએ કપચીની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. પંથકના ક્વોરી માલિકને છેલ્લાં કેટલાંક સમયથી જાણવા મળ્યું હતુ કે, તેમની જાણ બહાર રાત્રે કર્મચારી અને તેના મળતિયા ટ્રકમાં કપચીની ચોરી કરી રહ્યા છે. જેથી તેમને સીસીટીવી કેમેરામાં બાજનજર રાખી મધરાત્રે કપચી
 
ક્રાઇમ@ધનસુરા: ક્વોરીમાંથી કર્મચારીએ ઇસમ સાથે મળી 30 ટન કપચીની ચોરી કરી, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ધનસુરા

ધનસુરા તાલુકાના ગામે ક્વોરીમાંથી માલિકની જાણ બહાર કર્મચારી અને મળતિયાઓએ કપચીની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. પંથકના ક્વોરી માલિકને છેલ્લાં કેટલાંક સમયથી જાણવા મળ્યું હતુ કે, તેમની જાણ બહાર રાત્રે કર્મચારી અને તેના મળતિયા ટ્રકમાં કપચીની ચોરી કરી રહ્યા છે. જેથી તેમને સીસીટીવી કેમેરામાં બાજનજર રાખી મધરાત્રે કપચી ચોરી થતી હોવાથી ત્યાં પહોંચ્યાં હતા. જ્યાં માલિકે કર્મચારીની પુછપરછ કરતાં તેને ચોરી કર્યાનું કબૂલ્યુ હતુ. જેને લઇ ક્વોરી માલિકે કર્મચારી સહિત 2 લોકો સામે ધનસુરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ધનસુરાના વડાગામમાં અનિલભાઇ રમેશભાઇ પટેલ ક્વોરી ધરાવતાં હોઇ તેઓ ગ્રીટ, કપચીનો વેપાર કરે છે. ગત 10 માર્ચના રોજ તેમને ક્વોરીમાં કામ કરતાં માણસો દ્રારા જાણવા મળેલ કે, રાત્રીના સમયે તેમની ક્વોરીના માણસો અને બહારના ટ્રક ડ્રાયવરો મળી કપચીની ચોરી કરે છે. જેથી સીસીટીવી કેમેરાનું મોનિટરીંગ ચાલુ રાખી 11 માર્ચના રોજ રાત્રે ત્રણેક વાગ્યે કપચી ચોરી થતી હોવાનું જાણ્યું હતુ. જેથી સ્થળ તપાસ કરતાં ક્વોરીનો જ કર્મચારી ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ક્વોરી માલિકે સ્થળ પર પહોંચી જયેશકુમાર જશુભાઇ ડાભીની પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં જયેશકુમાર પોતે વિહત અંતોલા અને એક ટ્રક ગાડીના 5,000 લઇ તેમાં બિલ કે રોયલ્ટી પાસ વગર કપચી ભરી આપતાં હોવાનું કબૂલ્યું હતુ. જેથી ક્વોરી માલિકે શખ્સ સામે ક્વોરીમાંથી જાણ બહાર 30 ટન વજનની કપચી જેની કિ.રૂ.12,000ની ચોરી લઇ નાસી જવાની ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમો સામે આઇપીસી કલમ 379, 381, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.