ગુનો@ગોધરા: સીટી સરવેના અધિકારીને રૂ.8000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

 
અધિકારી

ફલેટના વેચાણમાં નોંધ મંજૂર કરવા જેવા કામમાં લાંચની માંગણી કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોધરાના મહીસાગર જીલ્લામાં બહુમાળી મકાનમાં ફલેટનું વેચાણ કરવા લાંચ લેવામાં આવતા કારસ્તાનનો પર્દાફાશ થયો. બાતમીના આધારે ACB ફલેટના વેચાણમાં થતી ગેરરીતિ પકડવા સફળ ટ્રેપ કરી આરોપી બાબુભાઈ ચુફરાભાઈ માલીવાડની અટકાયત કરી.એક જાગૃત નાગરિક દ્વારા આ મામલામાં ફરિયાદ કરાતા સમગ્ર કાંડનો પર્દાફાશ કરવા અધિકારીઓએ છટકું ગોઠવ્યું.

જાગૃત નાગરિકની ફરિયાદ મુજબ તેમના બહુમાળી મકાનમાં આવેલ ફલેટનુ વેચાણ કર્યું હતું જેને મંજૂર કરવા આક્ષેપિતે બાબુભાઈએ રૂપિયા 15,000ની માંગણી કરી હતી. ફરિયાદી જાગૃત નાગરિકે બાબુભાઈને માંગણી પર પ્રારંભમાં રૂ. 7000ની ચૂકવણી કરી હતી. જેના બાદ તેમની નોંધ મંજૂર થઈ હતી.આક્ષેપિતે બાબુભાઈએ રૂપિયા લેવા છતાં પણ પાકી નોધ ના આપતા તેમની ઓફિસ ગયા હતા. ત્યારે બાબુભાઈએ કહ્યું કે તમારા બહુમાળી બાંધકામમાં ફલેટના વેચાણમાં 15000 માંથી 8000 રૂપિયા બાકી છે. આથી જો પાકી નોંધ જોઈતી હોય તો બાકીના 8000 રૂપિયા આપી દો.

આમ, બાબુભાઈએ ફલેટના વેચાણમાં નોંધ મંજૂર કરવા જેવા કામમાં લાંચની માંગણી કરી હતી. અને ફરિયાદીએ તે માંગણી પૂર્ણરીતે ના સંતોષતા તેમના સંબંધીના કામમાં વિક્ષેપ પેદા કરી હેરાન કર્યા હતા. અને પાકી નોંધ મેળવવા લાંચના બાકી રૂપિયા આપવા દબાણ કર્યું હતું. લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા મહીસાગર એ.સી.બી. પો.સ્ટેશનના અધિકારી એમ.એમ.તેજોત દ્વારા લાંચ લેનાર અધિકારીને સફળતાપૂર્વક ટ્રેપ કરી અટકાયત કરવામાં આવી.