ક્રાઇમઃ ભાભીના પ્રેમમાં દિયરે ભાઈના માથામાં ત્રિકમ મારી હત્યા કરી લાશ દાટી દીધી

અટલ સમાચાર, ડેસ્ક ભરૂચના સોનતલાવડી વિસ્તારમાં રહેતાં સંજય મંગા દેવીપૂજકના આણંદ ખાતે રહેતાં પિતરાઇભાઇ મફત માનસંગ દેવીપુજકની પત્ની મંજુ સાથે પ્રેમસંબંધ બંધાયા હતાં. દરમિયાનમાં તેણે અનેકવાર મંજૂને તેના પતિને છોડી પોતાના ઘરે આવી જવા માટે કહ્યું હતું જોકે મંજુએ તેને ઇન્કાર કર્યો હતો. અરસામાં લોકડાઉનમાં મંજૂના પતિ મફતે તેની બાઇક વેંચી દીધી હતી. જે બાદ
 
ક્રાઇમઃ ભાભીના પ્રેમમાં દિયરે ભાઈના માથામાં ત્રિકમ મારી હત્યા કરી લાશ દાટી દીધી

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચના સોનતલાવડી વિસ્તારમાં રહેતાં સંજય મંગા દેવીપૂજકના આણંદ ખાતે રહેતાં પિતરાઇભાઇ મફત માનસંગ દેવીપુજકની પત્ની મંજુ સાથે પ્રેમસંબંધ બંધાયા હતાં. દરમિયાનમાં તેણે અનેકવાર મંજૂને તેના પતિને છોડી પોતાના ઘરે આવી જવા માટે કહ્યું હતું જોકે મંજુએ તેને ઇન્કાર કર્યો હતો. અરસામાં લોકડાઉનમાં મંજૂના પતિ મફતે તેની બાઇક વેંચી દીધી હતી. જે બાદ નવી બાઇક ખરીદવા માટે તેણે સંજય પાસે રૂપિયાની માંગણી કરતાં સંજયે તેને ભરૂચ બોલાવ્યો હતો.  એક મહિના સુધી મફત ઘરે પરત નહીં આવતાં તેના સગાસંબંધીઓ દ્વારા મંજુને પોલીસ ફરિયાદ કરવા માટે દબાણ કરતાં તેણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસે ઘનિષ્ઠ પૂછતાછ કરતાં સંજયે મફતની હત્યા કરી લાશ દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી. હત્યા અંગે મૃતકની પત્ની મંજુને પણ જાણ હતી. ઘટનાના 3 દિવસ બાદ પતિની શોધખોળ કરવા ગયેલી પત્નીને સંજયે હત્યાની જાણ કરી મંજુ, તેના ભાઇ કમલેશ અને ભાભી ગીતાને પણ ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે સંજયે બતાવેલી જગ્યાએ જેસીબી વડે ખોદાવતાં મૃતકની ખોપડી, પાંસળીઓ, કરોડરજ્જૂ, હાથ-પગ સહિતના અવશેષો મળી આવ્યાં હતાં. જેના પગલે પોલીસે મૃતદેહના અવશેષોનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેના માથામાં ઇજાઓના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે સંજયની ધરપકડ કરી તેને કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના સોનતલાવડી ખાખતે રહેતાં સંજય દેવીપુજકે તેના પિતરાઇભાઇ મફતની હત્યા કરી પીડબલ્યુડીની અવાવરૂં જગ્યામાં દાટી હોવાની કબુલાત કરી હતી. જેથી તે સ્થળે ખોદાવી મૃતકના અવશેષો એકત્ર કરવામાં આવ્યાં હતાં. હત્યાની કબુલાત સાથે વૈજ્ઞાનિક પુરવાને લઇને તેનું એફએસએલ તેમજ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં તેની હત્યા માથામાં થયેલી ઇજાઓને કારણે જ મોત થયું હોવાનું ફલીત થતાં ફરિયાદ નોંધાવાઇ હતી.