ક્રાઇમ@ખેરાલુ: એક જ રાતમાં 2 મકાનમાં ત્રાટક્યાં તસ્કરો, દાગીના સહિત 12.79 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ ખેરાલુ તાલુકાના ગામે એક જ રાતમાં 2 મકાનોના તાળાં તુટ્યા હોવાની ઘટના સામે આવી છે. કોરોના કહેર વચ્ચે ગુરૂ-શુક્રની રાત્રે તસ્કરોએ તરખાટ મચાવી એકસાથે 2 મકાનોમાં ચોરી કરી હતી. જેમાં પ્રથમ ઘરેથી તો 10 લાખના દાગીના અને રોકડ મળી 11 લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરી ઇસમો પલાયન થઇ ગયા હતા.
 
ક્રાઇમ@ખેરાલુ: એક જ રાતમાં 2 મકાનમાં ત્રાટક્યાં તસ્કરો, દાગીના સહિત 12.79 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ખેરાલુ તાલુકાના ગામે એક જ રાતમાં 2 મકાનોના તાળાં તુટ્યા હોવાની ઘટના સામે આવી છે. કોરોના કહેર વચ્ચે ગુરૂ-શુક્રની રાત્રે તસ્કરોએ તરખાટ મચાવી એકસાથે 2 મકાનોમાં ચોરી કરી હતી. જેમાં પ્રથમ ઘરેથી તો 10 લાખના દાગીના અને રોકડ મળી 11 લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરી ઇસમો પલાયન થઇ ગયા હતા. આ સાથે અન્ય એક ઘરમાં પણ દાગીના અને રોકડ રકમ મળી 2 ઘરમાંથી કુલ 12.79 લાખની ચોરી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે ખેરાલુ પોલીસે અજાણ્યાં ઇસમો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના વિઠોડા ગામે ચોરીની ઘટના સામે આવી છે. ગામના નરેશભાઇ શામળભાઇ ચૌધરીના ઘરમાં ગુરૂવારે રાત્રીથી શુક્રવાર સવાર સુધીમાં અજાણ્યાં ઇસમોએ ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. ફરીયાદ મુજબ ઇસમો ઘરના બારણાનો નકુચો તોડી અંદર પડેલ તીજોરીમાંથી સોનાના દાગીના આશરે 23 તોલા મળી કુલ કી.રૂ.10,80,000 તથા રોકડ રૂ.95,000ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અજાણ્યાં ઇસમોએ એક જ રાતમાં 2 ઘરમાં ચોરી કરતાં ચકચાર મચી ગઇ છે. નરેશભાઇના ઘરમાં ચોરી કર્યા બાદ ઇસમોએ તેમની બાજુના મકાનના દરવાજાનુ તાળુ તોડી ઘરમાં રહેલ તીજોરીના ડ્રોવરમાંથી સોનાની બુટી અડધા તોલાની આશરે કી.રૂ.24,700 તથા રોકડ રૂપિયા 80,000ની ચોરી કરી હતી. અજાણ્યાં ચોર તત્વોએ બંને ઘરેથી સોનાના દાગીનાની કુલ કી.રૂ.11,04,700 તથા રોકડ રૂપિયા 1,75,000 મળી કુલ કિ.રૂ.12,79,700ની ચોરી કર્યાની ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે ખેરાલુ પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.