ક્રાઇમ@મહેસાણા: કોરોના કાળમાં બેફામ બન્યાં તસ્કરો, 2 મંદીરોની દાનપેટી તોડી

અટલ સમાચાર, મહેસાણા કોરોનાકાળમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી હોય તેમ આજે વધુ એકનો ઉમેરો થયો છે. મહેસાણા શહેરના ટી.બી.રોડ ઉપર આવે પ્રજાપતિ વાડીમાં આવેલ બ્રહ્માણી માતા અને સોમનાથ મહાદેવ મંદીરમાંથી અજાણ્યા તસ્કરો દાનપેટી તોડી ચોરી કરી પલાયન થઇ ગયા છે. પ્રજાપતિ વાડીના મંત્રીએ અજાણ્યા ઇસમોએ અંદાજીત 14,000ની ચોરી કરી હોવાની ફરીયાદ મહેસાણા બી ડીવીઝન
 
ક્રાઇમ@મહેસાણા: કોરોના કાળમાં બેફામ બન્યાં તસ્કરો, 2 મંદીરોની દાનપેટી તોડી

અટલ સમાચાર, મહેસાણા

કોરોનાકાળમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી હોય તેમ આજે વધુ એકનો ઉમેરો થયો છે. મહેસાણા શહેરના ટી.બી.રોડ ઉપર આવે પ્રજાપતિ વાડીમાં આવેલ બ્રહ્માણી માતા અને સોમનાથ મહાદેવ મંદીરમાંથી અજાણ્યા તસ્કરો દાનપેટી તોડી ચોરી કરી પલાયન થઇ ગયા છે. પ્રજાપતિ વાડીના મંત્રીએ અજાણ્યા ઇસમોએ અંદાજીત 14,000ની ચોરી કરી હોવાની ફરીયાદ મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ક્રાઇમ@મહેસાણા: કોરોના કાળમાં બેફામ બન્યાં તસ્કરો, 2 મંદીરોની દાનપેટી તોડી

મહેસાણા શહેરના ટી.બી.રોડ પર આવેલા બ્રહ્માણી માતા મંદીર અને સોમનાથ મહાદેવ મંદીરમાં ચોરીની ઘટના સામે આવી છે. ગત 25 ઓક્ટોબરના રોજ સવારે મંદીરના પૂજારી નિલેષભાઇ ત્રિવેદીએ પ્રજાપતિ વાડીના મંત્રી અશોકભાઇ પ્રજાપતિને ફોન કરી કહેલ કે મંદીરમાં ચોરી થઇ છે. જેને લઇ અશોકભાઇ ઘટનાસ્થળે પહોંચી જોતાં મંદીરમાંથી ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમને ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે ચોરીની ઘટનાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. મહેસાણાના ટી.બી.રોડ પર આવેલી પ્રજાપતિ વાડીના આગળના ભાગે આવેલ બ્રહ્માણી માતા તથા સોમનાથ મહાદેવ મંદીરના જાળીના તાળાં તોડી લોખંડની મોટી દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમ તથા બીજી બે નાની લોખંડની દાનપેટી તોડી અંદાજીત રોકડ રકમ 10થી 12,000 તથા અન્ય પેટીમાંથી 2 હજાર મળી અંદાજીત રકમ કિ.રૂ.14,000ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ તરફ મહેસાણા બી ડીવીઝન પોલીસે અજાણ્યા ઇસમો સામે આઇપીસીની કલમ 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.