ક્રાઇમ@મહેસાણા: વાસી ઉત્તરાયણે સ્પિકર વગાડવા બાબતે મારામારી, સામસામે FIRમાં 7 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા ઉત્તરાયણના બીજા દિવસે મહેસાણામાં કોઇ વાતને લઇ બે ટોળાં વચ્ચે મારામારીની ઘટના સામે આવતાં સામસામે ફરીયાદ નોંધાઇ છે. જેમાં પ્રથમ બોલાચાલી બાદ કેટલાંક ઇસમોએ એક યુવક પર તલવારથી હુમલો કર્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ તરફ સામે પક્ષે ફરીયાદ કરનારે જણાવ્યું હતુ કે, સ્પીકર વગાડવાને લઇ બોલાચાલી બાદ મારામારી થઇ
 
ક્રાઇમ@મહેસાણા: વાસી ઉત્તરાયણે સ્પિકર વગાડવા બાબતે મારામારી, સામસામે FIRમાં 7 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ઉત્તરાયણના બીજા દિવસે મહેસાણામાં કોઇ વાતને લઇ બે ટોળાં વચ્ચે મારામારીની ઘટના સામે આવતાં સામસામે ફરીયાદ નોંધાઇ છે. જેમાં પ્રથમ બોલાચાલી બાદ કેટલાંક ઇસમોએ એક યુવક પર તલવારથી હુમલો કર્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ તરફ સામે પક્ષે ફરીયાદ કરનારે જણાવ્યું હતુ કે, સ્પીકર વગાડવાને લઇ બોલાચાલી બાદ મારામારી થઇ હતી. જેમાં તેમને લોખંડની પાઇપ મારવામાં આવી હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસે કુલ 7 લોકોના નામજોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ક્રાઇમ@મહેસાણા: વાસી ઉત્તરાયણે સ્પિકર વગાડવા બાબતે મારામારી, સામસામે FIRમાં 7 આરોપી

મહેસાણા શહેરના શ્રીપાલનગરમાં ઉત્તરાયણના બીજા દિવસે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. શ્રીપાલનગરમાં રહેતાં રાજૂજી ઠાકોરે નોંધાવેલી ફરીયાદ મુજબ ગઇકાલે તેમની બહેનોના ઝઘડામાં ફરીયાદી ત્યાં ગયા હતા. જ્યાં આરોપીઓ કનકસિંહ ઠાકોર, ધમેન્દ્રસિંહ ઉર્ફે બિટ્ટુ ઠાકોર, રણછોડજી ઠાકોર અને વિક્રમજી ઠાકોર સહિતનાએ રાજૂજીને તલવારનો ઘા માથામાં મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ સાથેના કમલેશજી સહિતનાને છુટ્ટી ઇંટો મારતાં બરડાંના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેને લઇ રાજુજીએ આરોપીઓ સામે આઇપીસી કલમ 324, 337, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ@મહેસાણા: વાસી ઉત્તરાયણે સ્પિકર વગાડવા બાબતે મારામારી, સામસામે FIRમાં 7 આરોપી

આ તરફ શ્રીપાલનગરમાં જ રહેતાં વિક્રમસિંહ ઝાલાએ પણ ત્રણ ઇસમો સામે મારામારીની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ અગાઉ સ્પીકર વગાડવા બાબતે બોલાચાલી થયા બાદ તેની અદાવત રાખી રાજૂજી, જીતુજી અને પ્રભાતસિંહે ધોકાવડે ફરીયાદી પર હુમલો કર્યો હતો. જે બાદમાં લાકડીઓ મારતાં વિક્રમસિંહના પરિજનો વચ્ચે પડતાં તેમને પણ ગડદાંપાટુનો માર માર્યો હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ વિક્રમસિંહે આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 114 જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.