ક્રાઇમ@મોઢેરા: મને કેમ મજૂરીએ ના બોલાવ્યો કહી ઇસમે ખેડૂતને કોદાળી મારતાં ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મોઢેરામાં ખેતરમાં મને કેમ મજૂરીએ ના બોલાવ્યો તેમ કહી ખેડૂતને કોદાળી વડે માર મારતાં ફરીયાદ નોંધાઇ છે. ગઇકાલે બપોરના સમયે સ્થાનિક ખેડૂત અન્ય ખેતરમાં રાયડાનું હલર હોઇ ત્યાં ગયા હતા. આ દરમ્યાન ગામના ઇસમે ત્યાં આવીને કહેલ કે, મારી મજૂર તરીકે આવવાનું હતુ, તમે કેમ મને બોલાવેલ નથી. તેમ કહી
 
ક્રાઇમ@મોઢેરા: મને કેમ મજૂરીએ ના બોલાવ્યો કહી ઇસમે ખેડૂતને કોદાળી મારતાં ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મોઢેરામાં ખેતરમાં મને કેમ મજૂરીએ ના બોલાવ્યો તેમ કહી ખેડૂતને કોદાળી વડે માર મારતાં ફરીયાદ નોંધાઇ છે. ગઇકાલે બપોરના સમયે સ્થાનિક ખેડૂત અન્ય ખેતરમાં રાયડાનું હલર હોઇ ત્યાં ગયા હતા. આ દરમ્યાન ગામના ઇસમે ત્યાં આવીને કહેલ કે, મારી મજૂર તરીકે આવવાનું હતુ, તમે કેમ મને બોલાવેલ નથી. તેમ કહી માથાકૂટ કરી ફરીયાદી ખેડૂતને માથાના ભાગે અને જમણા ખભે કોદાળી મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદમાં ખેડૂતે ગામના ઇસમ સામે મોઢેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના મોઢેરામાં ખેડૂત પર નજીવી બાબતે હુમલાની ઘટના સામે આવી છે. મોઢેરાના પથુપુરાવાસમાં રહેતાં લીલાજી મોહનજી ઠાકોર ગઇકાલે બપોરે મોઢેરાથી સમલાયાપુરા જવાના રોડ પર પટેલ બાબુભાઇના ખેતરમાં રાયડાનું હલર લઇ પહોંચ્યાં હતા. આ દરમ્યાન હલર કાઢવાનું કામ ચાલુ હતુ ત્યારે ત્રણેક વાગે ગામનો રાવળ ભાવેશભાઇ બાબુભાઇ ખેતરમાં આવ્યો હતો. જ્યાં તેણે કહેલ કે, મારે મજૂર તરીકે આવવાનું હતુ, તમે મને કેમ બોલાવોલ નથી. તેમ કહી ઉશ્કેરાઇ જઇ માથાકૂટ કરી લીલાજીના માથાના ભાગે અને ખભાના ભાગે કોદાળી મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.

ક્રાઇમ@મોઢેરા: મને કેમ મજૂરીએ ના બોલાવ્યો કહી ઇસમે ખેડૂતને કોદાળી મારતાં ફરીયાદ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે ઇસમે ખેડૂત પર કોદાળીથી હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ સારવાર અર્થે ખસેડાયેલા ખેડૂતને ચારથી પાંચ ટાંકા આવ્યા હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને લઇ ખેડૂતે ગામના ઇસમ સામે મોઢેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ મોઢેરા પોલીસે ઇસમ સામે આઇપીસી 307 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.