ક્રાઇમ@નવસારી: ઘર પાછળ વાડામાંથી 35 વર્ષીય યુવતીનો અડધો બળેલો મૃતદેહ મળ્યો

 
મૃતદેહ

પોલીસને જાણ કરતા જલાલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવસારી જિલ્લાના અબ્રામા ગામમાં ઘર પાછળના વાડામાંથી 38 વર્ષીય યુવતીનો અડધી બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવતીનું નામ મુક્તિ પટેલ છે અને તે દેવળ ફળિયામાં પોતાના પિતાના ઘરે આવી હતી, જો કે તે ક્યારે પિતાના ઘરે આવી હતી એની કોઈને જાણ નથી.આ યુવતીના ચપ્પલ જોઈએ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, આ દરમિયાન ઘર પાછળ વાડામાંથી અડધી બળેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

પરિવારજનોએ પોલીસને જાણ કરતા જલાલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે FSL મદદથી તપાસ શરૂ કરી છે અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આ સમગ્ર મુદ્દે મૃતક યુવતીએ આત્મહત્યા કરી છે કે કોઈએ તેની હત્યા કરી છે તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. જલાલપોર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.