ક્રાઇમ@નવસારી: બકરા ચરાવવા ગયેલી યુવતી પર નરાધમે દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર,ડેસ્ક નવસારી તાલુકાના એક ગામમાં 18 વર્ષની યુવતી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બકરા ચરાવવા જતી 18 વર્ષની યુવતી પર તેના પાડોશમાં રહેતા ભીખુ હળપતિ નામનો શખ્સ પણ ઢોર ચરાવવા આવતો હતો. ભીખુ પરણિત હોવા છતાં તેને પીડિતાને પોતાની પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીએ ભાવ ન આપતાં 7 મહિના અગાઉ બકરા
 
ક્રાઇમ@નવસારી: બકરા ચરાવવા ગયેલી યુવતી પર નરાધમે દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર,ડેસ્ક

નવસારી તાલુકાના એક ગામમાં 18 વર્ષની યુવતી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બકરા ચરાવવા જતી 18 વર્ષની યુવતી પર તેના પાડોશમાં રહેતા ભીખુ હળપતિ નામનો શખ્સ પણ ઢોર ચરાવવા આવતો હતો. ભીખુ પરણિત હોવા છતાં તેને પીડિતાને પોતાની પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીએ ભાવ ન આપતાં 7 મહિના અગાઉ બકરા ચરાવવા ગયેલી યુવતીને આંતરી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવસારીમાં દુષ્કર્મની ઘટના બાદ આરોપીની અટકાયત કરવામાં આવી છે. જે બાદ યુવતીના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરતો રહ્યો હતો. ત્યારે હાલ યુવતીને ગર્ભ રહી જતા સમગ્ર વાતનો ભાંડો ફુટ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે હોસ્પિટલ દ્વારા વિજલપોર પોલીસને જાણ કરી હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે નરાધમ યુવાનને ઝડપી પાડ્યો છે. જ્યારે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.