આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામની પરીણિતાને સાસરીયાઓએ દહેજની માંગ કરી છેક મુંબઇથી તગેડી મુકી હોવાની ઘટના સામે આવી છે. પંથકની પરીણિતાના લગ્ન પાંચેક વર્ષ અગાઉ મુંબઇના યુવક સાથે થયા હતા. આ તરફ પુત્રીના જન્મ બાદ તેના સાસરીયાઓ અવાર-નવાર તું તારા બાપના ઘરેથી કંઇ લાવી નથી તેમ કહી હેરાન પરેશાન કરતાં હતા. જે બાદમાં એક દિવસ સાસરીયાઓએ પરીણિતાને દહેજની માંગ કરી મુંબઇથી તગેડી મુકતાં પરીણિતા પોતાના પિયરમાં આવી ગઇ હતી. જે બાદમાં સામાજીક રીતે સમાધાનના પ્રયાસો બાદ પણ સાસરીયાઓ નહીં માનતાં અને દહેજની માંગ પર અડગ હોઇ પરીણિતાએ ૪ સાસરીયાઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના કાણોદરની મુસ્લિમ સમાજની યુવતિના લગ્ન પાંચેક વર્ષ પહેલાં મુંબઇ રહેતાં મહંમદઅબ્બલાસ રાજમહંમદ બંગલાવાલા સાથે થયા હતા. જે બાદ લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રીને જન્મ આપ્યો હતો. આ તરફ પરીણિતા પતિ સાથે મુંબઇ રહેવા ગયા બાદ પહેલાં સાસરીયાઓ સારૂ રાખતાં હતા. જે બાદમાં તું તારા બાપના ઘરેથી કંઇ લાવી નથી તેમ કહીં પરીણિતાને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતા. જે બાદમાં વર્ષ 2017માં પરીણિતાને પહેરેલાં કપડે મુંબઇથી તગેડી મુકતાં તે તેના પિયર આવીને રહેવા લાગી હતી.

જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી દહેજ માંગણીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આ તરફ કાણોદરની પરીણિતાને તેના સાસરીયાઓને દહેજની માંગ કરી અવાર-નવાર ત્રાસ આપી મુંબઇથી તગેડી મુકતાં તે પોતાના પિયરમાં આવી રહેવા લાગી હતી. આ સાથે આજદીન સુધી સામાજીક રીતે સમાધાન લાવવાના પ્રયાસો વચ્ચે તેના સાસરીયાઓ દહેજની માંગ પણ અડગ રહ્યા હતા. જેને લઇ પરીણિતાએ મુસરત રાજમહંમદ બંગલાવાલા, તાહેરાબેન રાજમંહમદ બંગલાવાલા, રાજમંહમદ બંગલાવાલા અને મહંમદઅબ્બાસ રાજમહંમદ બંગલાવાલા સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ સામે આઇપીસી 498A, 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code