ક્રાઇમ@પાટણ: યુવતિની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની બે યુવકો સામે ફરીયાદ

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણ તાલુકાના ગામની એક યુવતિ સાથે બે ઇસમોએ મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધ બાંધ્યો હોવાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. ફરીયાદમાં લખાવ્યા મુજબ યુવતિને બાલીસણા ગામનો યુવક લલચાવી-ફોસલાવી બોર ઉપર લઇ ગયો હતો. જ્યાં તેને યુવતિ સાથે મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધ બાંધ્યા હતા. જે બાદ અન્ય એક ઇસમે પણ
 
ક્રાઇમ@પાટણ: યુવતિની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની બે યુવકો સામે ફરીયાદ

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ તાલુકાના ગામની એક યુવતિ સાથે બે ઇસમોએ મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધ બાંધ્યો હોવાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. ફરીયાદમાં લખાવ્યા મુજબ યુવતિને બાલીસણા ગામનો યુવક લલચાવી-ફોસલાવી બોર ઉપર લઇ ગયો હતો. જ્યાં તેને યુવતિ સાથે મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધ બાંધ્યા હતા. જે બાદ અન્ય એક ઇસમે પણ આવી યુવતિ સાથે શારીરીક સંબંધ બાંધ્યા હોવાની ફરીયાદ યુવતિએ બાલીસણા પોલીસ સ્ટેશને નોંધાવતા ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના એક ગામમાં રહેતી યુવતિના ઘરે સોમવારે રાત્રે આઠેક વાગે મણુંદ ગામનો પટેલ પંકજભાઇ નાથાભાઇ એક્ટિવા લઇને આવ્યો હતો. જે બાદ તેને યુવતિને કહેલ કે આપણે બોર ઉપર ફરવા જઇએ તેમ કહી લલચાવી-ફોસલાવી લઇ ગયો હતો. જ્યાં તેને યુવતિ સાથે તેની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધ બાંધ્યો હતો. જે બાદમાં બોર ઉપર એક જાડીયો છોકરો પણ આવ્યો હતો જેને યુવતિ ઓળખતી નથી. તે યુવકે પણ યુવતિ સાથે શારીરીક સંબંધ બાંધ્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે.

આ દરમ્યાન મણુંદના પંકજે યુવતિને રાત્રે અગિયારેક વાગે તેના ગામે ઉતારી અને જતો રહ્યો હતો. જે બાદ યુવતિના પરિવારજનોએ કેમ આટલું મોડું થયુ ? અને ક્યાં હતી આટલો સમય ? તે બાબતે પુછતાં યુવતિએ સમગ્ર હકીકત જણાવી હતી. જેને લઇ રાતનો સમય હોવાથી યુવતિ અને તેની માતાએ ગઇકાલે સવારે બાલીસણા પોલીસ મથકે મણુંદના પંકજ પટેલ અને અન્ય એક જાડીયો યુવક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આ ઇસમો સામે આઇપીસીની કલમ 376D, 366, 114 અને અનુસુચિત જાતી અને અનુ.જન જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1)(w)(i), 3(1)(w)(ii), 3(2)(va) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યા આરોપીઓના નામ

  • પંકજ નાણાભાઇ પટેલ, ગામ,મણુંદ, તા.જી.પાટણ
  • એક જાડીયો છોકરો-જેનું નામ જણાવેલ નથી., ગામ,મણુંદ, તા.જી.પાટણ